ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી 9 શખ્સની ધરપકડ કરી 12450 નો મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.07
શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આરટીઓ ઓફિસની પાછળ પાછળ ભીચરી અમરગઢ ગામે મકાનમાં જુગાર ધામ પર ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી 9 શખ્સની ધરપકડ કરી 12450 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં ભીમ અગિયારસ ના દિવસે જુગારના ઠેર ઠેર ભટ્ટ મંડાયા હોવાની પોલીસ કમિશનર રાજેશકુમાર જાને મળેલી માહિતીના આધારે જુગારને પર ત્રાટકવા આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમઆર ગોંડલીયા, એમ એલ ડામોર, બી વી જાદવ ના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભીચરી અમરગઢ ગામે માતાજીના મંદિર પાસે રહેતા પ્રશાંતગિરી ગૌસ્વામીના મકાનમાં જુગાર રમાતો હોવાની કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતરને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એસવી ચુડાસમા, એ.એસ.આઇ વિજયભાઈ સોઢા અને હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા , પ્રશાંતગીરી રમેશગીરી ગૌસ્વામી, દિપકગીરી જગદીશગીરી ગોસાઇ,ધીરજ તુલસીભાઇ ખુંટ, શૈલેષ જગદીશગીરી ગોસાઇ,નરેશપરી સુખદેવપરી ગોસ્વામી, સંજયપરી સુખદેવપરી ગૌસ્વામી,મહેશ બાબુભાઇ ખુંટ અને વજુભાઇ ગેલાભાઇ ડાભીની ધરપકડ કરી જુગારના પટમાંથી 12450 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.