શહેરના ભાગોળે આવેલા ઠેબચડા ગામે મકાનમાં ધમધમતા જુગાર ધામ પર એલસીબી ઝોન 1ની ટીમે દરોડો પાડી મકાન માલિક સહિત છ શખ્સોની ધરપકડ કરી 25250 મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેર ના જુગારની બધી ડામી દેવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર જાય આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન વનના પી.એસ.આઇ ચુડાસમા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ઠેબચડા ગામે રહેતા રહેતા કૃપાલસિંહ મંગળસિંહ ઝાલા ના મકાનમાં જુગાર રમાતો હોવાની એ એસ.આઇ મનરૂખપગીરી ગોસ્વામી, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. ધરોડા દરમિયાન જુગાર રમતા મકાન માલિક ક્રિપાલસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ વેલુભા જાડેજા, રાજુ ગોરધન સરવૈયા, પ્રવીણ સોમા ધાડવી, મિલાપ દિનેશ ભટ્ટી અને હરેશ તળસી મોઢવાડિયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 250 નો મુદ્દામાલ કબજે કર્યો છે
Trending
- Rajkot: કોઠારીયા સોલવંટ ફાટક પાસે બસની ઠોકરે વૃદ્ધનું મોત
- Rajkot: પતિ સાથે ચાલતા કેસથી કંટાળી પરિણિતાનો આપઘાત
- Rajkot: રૂપિયા 68,000નો ચેક રિટર્ન કેસમાં મિત્રને એક વર્ષની સજા
- Rajkot: અંધ વૃદ્ધાશ્રમ પાસેથી ચોરાઉ એક્સેસ સાથે પિતા પુત્ર ઝડપાયા
- Rajkot: થોરાળામા બીમારીથી કંટાળીને પરણિતાનો આપઘાત
- Upleta: ભાયાવદરના નાઈન ફાઇનાન્સર સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં વધુ એક વ્યાજખોરી સહિતની પોલીસ ફરિયાદ નોંધાઈ
- Upleta: સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કામમાં ભ્રષ્ટાચાર અને બિલો ચૂકવી દેવાની બાબતમાં શહેર કોંગ્રેસ પ્રમુખે લગાવ્યા ગંભીર આક્ષેપ
- Upleta: ઢાંક અને મેરવદર ગામ વચ્ચે થયેલા અકસ્માતમાં બે સગા વૃધ્ધ ભાઈઓ પૈકીના એક ભાઈનું અકસ્માતે મોત

