ભગવતી પરા, રામનગરમાં અને સનાતન પાર્કમાં જુગારની બાઝી ઉંધી વાળતી પોલીસ, 52 હજાર રોકડા કબ્જે કર્યા
Rajkot,તા.27
સાતમ – આઠમના તહેવારો નજીક આવતા શહેરમાં ઠેર ઠેર જુગારના પાટલા મંડાયા છે ત્યારે શહેર પોલીસ સક્રિય બની જુગારીઓ પર તૂટી પડી છે. જેમાં ભગવતી પરામાં મકાનમાં, થોરાળા વિસ્તારના રામનગરમાં અને આજીડેમ નજીક આવેલા સનાતન પાર્કમાં જુગારના દરોડા પાડી જુગાર રમતી ચાર મહિલા સહિત ૧૮ પતા પ્રેમીને બાવન હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.શહેરમાં દારૂ અને જુગાર સહિતની પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી સૂચનાના પગલે શહેર પોલીસની ટીમે ત્રણ સ્થળે જુગારના દરોડા પાડ્યા છે. જેમાં બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભગવતી પરા શેરી નંબર ૨૨ માં રહેતો અલ્પેશ હરિભાઈ પરમાર નામનો શખ્સ તેના મકાનમાં જુગાર નો અખાડો ચલાવી રહ્યો છે. બી ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડી, જુગાર રમતો અલ્પેશ પરમાર સહિત જગદીશ કેશવજીભાઈ રાઠોડ, ઉમેશ દેવજીભાઈ મકવાણા, રમેશ મેઘજીભાઈ સોલંકી, પ્રવીણ ગોપાલભાઈ ચુડાસમા, વિજય મનસુખભાઈ શુક્લ અને ભરત બચુભાઈ પરમાર નામના પતા પ્રેમી હોય ઝડપી લઇ , જુગારના પટમાંથી ૨૬ હજારની રોકડ કબ્જે કરી છે.જુગાર નો બીજો દરડો થોરાળા પોલીસની ટીમે રામનગર શેરી નંબર ૦૧ માં પાડી જાહેરમાં જુગાર રમતા આશિષ સુનીલભાઈ સોલંકી, નિલેશ મનસુખભાઈ સોલંકી, પ્રફુલ કિશનભાઇ સોલંકી અને મુકેશ અમરશીભાઈ ગોરસવા નામના શખ્સોને રૂ.૧૧ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.
જુગારનો ત્રીજો દરોડો આજીડેમ પોલીસે સનાતન પાર્ક શેરી નંબર ૦૫, પીરવાડી પાસે પાડી , જાહેરમાં જુગાર રમતો વિશાલ ગોવિંદભાઈ ગોવિંદભાઈ કેસુર, નિલેશ વિનુભાઈ કડિયા, વિવેક ભગવાનજીભાઈ સોલંકી, સોનલબેન રાજુભાઈ કલેયા, કોમલબેન ધવલભાઇ રાદડિયા કિરણબેન મુકેશભાઈ સંચાણિયા અને અલકાબેન હસમુખભાઈ ટાંક ના પતા પ્રેમીઓને ઝડપી લઇ સુગરના પટમાંથી , પંદર હજારની રોકડ કબ્જે કરી છે.

