Porbandar,તા.25
ગાંધી અને સુદામા નગરી માં અગાઉ ક્યારેય ન બન્યો હોય તેવો ગેન્ગરેપ નો બનાવ બન્યો છે તેમ છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા ના 7-7 કલાક સુધી મીડિયા સમક્ષ આરોપી ના નામ કે અન્ય વિગતો જાહેર કરવામાં અને માહિતી આપવામાં આનાકાની કરતા શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
પોરબંદરની સગીરા ને ગત સાંજ ના સમયે તેના કોઈ પરિચિત યુવાને નાસ્તો કરવા માટે બહાર લઇ જઈ તેના કોલ્ડ્રીંકમાં કોઈ નશા કારક વસ્તુ ભેળવી તેને બેહોશ બનાવી પોતે તથા અન્ય બે થી ત્રણ મિત્રો સાથે મળી કોઈ ચોક્કસ પાર્ટી પ્લોટ કે તેની આસપાસ ના વિસ્તાર માં ગેંગ રેપ ગુજાર્યો હોવાની ચર્ચા શહેરભર માં ચાલી રહી છે.
બનાવ અંગે સગીરા ના પરિવારજનો એ ઉદ્યોગનગર પોલીસ મથક માં ફરિયાદ પણ નોંધાવી છે તેમ છતાં પોલીસ દ્વારા મીડિયા સમક્ષ રાત્રે 9 વાગ્યા સુધી માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને કોઈ પણ પ્રકાર ની માહિતી આપી ન હતી આટલો ગંભીર બનાવ હોવા છતાં પોલીસ દ્વારા સંવેદનશીલ બનાવ હોવાના અને તપાસ માં અસર થશે તેવા બહાના હેઠળ માહિતી આપવા સ્પષ્ટ ઇન્કાર કરી દેતા આ અંગે મીડિયા જગત માં પણ વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.
ઉધ્યોગ નગર પોલીસ મથક માં નોંધાયેલ ફરિયાદ મુજબ સગીરવયની ભોગ બનનાર સાથે દુષ્કર્મ થયા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલ છે. જે ફરિયાદ મુજબ જયરાજ દિલીપભાઈ શુંડાવદરા ,મલ્હાર અને રાજ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ બીએનએસ તેમજ પોકસોની અલગ અલગ કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ છે.
જેમાં જયરાજ ભોગ બનનાર બહેનને લલચાવી ફોસલાવી નાસ્તો કરવાના બહાને ગઈ તારીખ 22 7 2025 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના સુમારે ઘર બહાર બોલાવી સફારી ગાડીમાં બેસાડી લઈ જવા દરમિયાન આરોપી નંબર એક થી ત્રણ એ ભોગ બનનારને કોઈ કેફી પીણું પીવડાવી વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈ આરોપી નંબર એક થી ત્રણ નાએ ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરી ત્યાંથી સફારી ગાડીમાં ચોપાટી ખાતે લાવી ત્યાં કોઈ કાળા કલરની ગાડીમાં આરોપી નંબર બે અને ત્રણ નાએ કાળા કલરની ગાડીના ડ્રાઇવર સાથે ગામમાં જઈ ભોગ બનનારને લીંબુ પાણી પીવડાવી પરત ચોપાટી આવી ત્યાં રાખેલ સફારી ગાડીમાં ભોગ બનનારને બેસાડી સવારના આશરે 4:30 વાગ્યાના સુમારે તેના ઘરે છોડી દીધી હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.