Gir Somnath તા.૧૪
તાલાલા-સાસણ રોડ ઉપર પાંચ પીરની દરગાહ પાસે વળાંકમાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે આવેલ નેચર સ્ટડી કેમ્પમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રમોદભાઈ હેગડે (ઉ.વ.૪૪ રે.કર્ણાટક) પોતાની બાઈક લઈને ગત મોડીરાત્રે કામ અર્થે તાલાલા આવ્યા હતા.કામકાજ પુરૂ કરી પરત રીસોર્ટે જઈ રહ્યા હતા તે દરમિયાન તાલાલા-સાસણ રોડ ઉપર પાંચ પીરની દરગાહ પાસેના વળાંકમાં પ્રમોદભાઈએ સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા બાઈક રોડની બાજુના ઉંડા ખાડામાં પડ્યું હતું. જેથી બાઈકચાલકને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. તેમના મૃતદેહ એમ્બ્યુલન્સ મારફતે તાલાલા સરકારી હોસ્પિટલે લાવી હતી. જ્યાં ફરજ પરના તબીબે પી. એમ. કર્યું હતું. આ અકસ્માત અંગે પોલીસે અરૂણકુમાર મંગલસિંઘની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.