Gir Somnath,તા.09
ગીર સોમનાથના વડનગર ગામના કેવલપુરી જગદીશપુરી ગોસ્વામી (ઉ.વ.રર)એ રાજકોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે તેણે કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે પોલીસને કોઈ ચોકકસ માહિતી મળી નથી.
આજી ડેમ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેવલ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેના મોટાભાઈ સાથે આજી ડેમ પાસેના અનમોલ પાર્ક શેરી નં.રમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બંને ભાઈઓ ભુણાવામાં આવેલા કારખાનામાં કામ કરતા હતા.
જયાંથી ગઈકાલે કેવલપુરી વહેલો નીકળી ગયો હતો અને પોતાના ઘરે આવી પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જોકે તેના ભાઈ સહિતના પરિવારજનોને કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે કોઈ જાણકારી નથી.