મજૂર-કામદાર વર્ગ માટે ખાસ ટી.બી. નિર્મૂલન ઝૂંબેશ
Gir Somnath,તા.૨૬
વિશ્વ ટી.બી. દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ અને આશા બહેનો દ્વારા ૫૮ ગામડાઓમાં લોકોના આંગણે જઈને ટી.બી.નો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
ટી.બી. ફોરમ કમિટી મીટિંગમાં જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરની સૂચના અનુસાર જિલ્લાના ગામોમાં ખાસ લેબર્સ માટે સાંજના ૬ વાગ્યા પછી આરોગ્ય વિભાગના આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈ ટી.બી.નો સર્વે હાથ ધરવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતી.
આ સૂચના અન્વયે જિલ્લા ક્ષય અધિકારી શ્રી શીતલ રામે જણાવ્યું હતું કે, વિશ્વ ટી.બી. દિવસ નિમિત્તે ટી.બી. સર્વે લેબર્સ માટે ગીર સોમનાથના ૫૮ ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આશા બહેનો દ્વારા ગ્રામ્યસ્તરે મજૂર તેમજ કામદાર વર્ગ માટે ટી.બીના નિર્મૂલન માટે સિંહફાળો આપવામાં આવ્યો હતો. આશા બહેનો દ્વારા સાંજે ૬:૦૦ વાગ્યા પછી ઘરે ઘરે જઈને ટી.બી.ને લગતી પ્રશ્નોત્તરી થકી ટી.બી.નો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.