સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ કેસની સુનાવણી બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા પણ થઈ શકે
Godhra,તા.07
ગોધરાકાંડના આરોપીઓને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2002માં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકો જીવતા બળી ગયા હતા. કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા આરોપીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગોધરાકાંડના દોષિતોએ માંગ કરી હતી કે, મૃત્યુદંડની સજાનો સમાવેશ થતો હોવાથી તેમની અપીલની સુનાવણી સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા કરવામાં આવે. પરંતુ કોર્ટે આ માંગણી ફગાવી દીધી.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ કેસની સુનાવણી બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા પણ થઈ શકે છે. આરોપી વતી દલીલ કરવામાં આવી હતી કે, આ મામલો ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે.તેથી મોટી બેન્ચ દ્વારા તેની સમીક્ષા જરૂરી છે.નોંધનિય છે કે, વર્ષ 2002માં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકો જીવતા બળી ગયા હતા. આ કેસમાં કેટલાક ગુનેગારોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.