Mumbai,તા.30
સોનામાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. આજે સોનામાં રૂ।.500 અને ચાંદીમાં રૂ।.1550નો વધારો થયો છે.જેને પગલે સોનુ રૂ।.79100 અને ચાંદી ફરી 9100ને પાર પહોચ્યું છે. વૈશ્વિક બજારમાં મોટી ઉથલપાથલ મચી છે.
આજે સવારથી શેરબજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે.અમેરિકાના પર્સન ક્ધઝમશન એકસ્પેન્ડીચર ઈન્ફલેકશનના ડેટા માર્કેટની અપેક્ષા પ્રમાણે આવતા ડિસેમ્બરમાં યોજાનારી કેડની મિટિંગમાં રેટકટના ચાન્સ વધતા સોનુ વધ્યુ છે વર્લ્ડ માર્કેટમાં સોનુ વધીને 2649-80 ડોલરે પહોચ્યું હતું. સ્થાનિક માર્કેટમાં ઉચાસ્તરે પહોચ્યું છે.ટ્રમ્પની જીત બાદ માર્કેટ નીચે થયું હતું. પરંતુ ફરીતેજીનો દોર ચાલુ થયો છે.