New Delhi તા.28
દિવાળીના તહેવારો પુરા થવા સાથે જ સોના-ચાંદીમાં તેજીના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેમ આજે ભાવમાં વધુ ગાબડા પડયા હતા. વિશ્વ બજારમાં સોનું 4000 ડોલરની નીચે ઉતરી ગયુ હતું.
સોના-ચાંદીમાં કેટલાંક મહિનાઓથી અસામાન્ય તેજીનો દોર હતો.દિવાળીના તહેવારો દરમ્યાન ભાવો ઐતિહાસીક સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. ભાવ કયા પહોંચશે તે વિશે વેપારીઓ પણ કોઈ ચોકકસ તારણ કાઢવામાં અસમર્થ હતા.જોકે, અમુક નિષ્ણાંત વધુ તેજીની આગાહી કરતા હતા.
હવે ભાવ ઉંધા પડવા લાગ્યા હોય તેમ ભાવમાં વધુ કડાકો હતો.વિશ્વ બજારમાં સોનાનો ભાવ 4000 ડોલરની નીચે સરકીને 3975 ડોલર સાંપડયો હતો. એકાદ સપ્તાહ પૂર્વે જ 4381 ડોલરની સર્વોચ્ચ સપાટી બનાવી હતી તેની સરખામણીએ 400 ડોલર નીકળી ગયા છે. ચાંદીનો ભાવ આજે વધુ ઘટીને 46.73 ડોલર સાંપડયો હતો.
રાજકોટમાં આજે પ્રારંભીક કામકાજમાં સોનું 2000 રૂપિયા જેટલુ તૂટીને 123600 બોલાતું હતું. ચાંદી 3000 થી વધુના ઘટાડાથી દોઢ લાખની નીચે ઉતરી ગઈ હતી અને ભાવ 1.48 લાખ હતો.
જોકે કોમોડીટી એકસચેંજમાં ટેકનીકલ ખામી સર્જાવાને કારણે કારોબાર અટકયો હતો.પરીણામે હાજરના યોગ્ય ભાવ સેટ થયા ન હતા. સાંજ સુધીમાં વધુ મોટી વધઘટની સંભાવના વ્યકત થતી હતી.

