Ayodhya,તા.29
રામમંદિરમાં શિખરનું નિર્માણકાર્ય વૈજ્ઞાનિક રીતે વિશેષજ્ઞોની દેખરેખ હેઠળ ચાલી રહ્યુ છે. રાત-દિવસ ચાલના આ કારણે શિખર ધીરે-ધીરે નિર્ધારિત ઉંચાઈને મેળવી લેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનો દાવો છે કે આ એપ્રિલ મહિનામાં રામમંદિરના બીજા માળની સાથે શિખરનું નિર્માણ પણ પુરું થઈ જશે.
રામમંદિર નિર્માણ એજન્સી એલ એન્ડ ટી પ્રોજેકટના ડાયરેકટર વી.કે.મહેતરનું કહેવું છે કે, શિખરનું નિર્માણ થયા બાદ તેના ઉચ્ચતમ બિંદુ પર લાઈટનીંગ અરેસ્ટ સિસ્ટમ લગાવી દેવાશે. હાલ શિખરના પહેલા પાંચ મંડપો પર લાઈટમીંગ અરેસ્ટ લગાવી દેવાયા છે.
મંદિર નિર્માણના ઈન્ચાર્જ તેમજ તીર્થ ક્ષેત્રના આમંત્રીત સભ્યો ગોપાલ રાવ જણાવે છે કે, રામ મંદિરના પાંચ મંડપો પર સ્વર્ણ કળશ લગાવવામાં આવશે. આ કળશો પર સ્વર્ણ પતલ લગાવવાનું કામ રામમંદિર પરિસરમાં જ ચાલી રહ્યું છે.
એલ એન્ડ ટીના પ્રોજેકટ ડાયરેકટરે જણાવ્યું હતું કે, રામમંદિરના ગ્રાઉન્ડ ફલોરની જેમ જ પ્રથમ માળ પર 14 દરવાજા લગાવવામાં આવશે. આ બધા દરવાજાઓનું નિર્માણ પુરું થઈ ચૂકયું છે.
આ બધા 14 દરવાજામાં પ્રથમ માળના ગર્ભગૃહના દરવાજાને સોનાથી મઢવામાં આવશે. આ ત્રણેય માળના મળીને કુલ 44 દરવાજા છે. જેમાંથી મોટાભાગનાનું નિર્માણ થઈ ગયું છે.