Gondal, તા.18
ગોંડલ થી પંદર કી.મી.દુર આવેલું બે હજાર ની વસ્તી ધરાવતા વેજાગામમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા ગામની સ્થિતિ જળબંબાકાર બની હતી. ભારે વરસાદને પગલે ગામની નદીમાં ઘોડાપુર આવ્યુ હતું. વેજાગામનાં સરપંચ જીતુભાઇ ભાલાળા નાં જણાવ્યા મુજબ માત્ર બે કલાકમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.ગામની હાલત જળબંબાકાર બની હતી.વરસાદને કારણે મગફળીનાં પાથરા તણાયા હતા અને ખેતરોનું ધોવાણ થયુ હતુ.ગામમાં આવેલા એરટેલ નાં ટાવર પર વિજળી પડી હતી.કપાસ સહિતનાં પાકને વરસાદ ને કારણે પારાવાર નુકસાન થયુ છે.સરપંચ દ્વારા નુકસાની અંગે સહાય ની માંગ કરાઇ છે.
Trending
- 03 સપ્ટેમ્બર નું પંચાંગ
- 03 સપ્ટેમ્બર નું રાશિફળ
- અંતે આશા ત્યાં વાસા અને સૂરતા ત્યાં મુકામ
- તંત્રી લેખ…ભારત, ચીન અને અમેરિકા, વૈશ્વિક સમીકરણોમાં ક્યારે મોટો ફેરફાર થશે?
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ ભાગ-24
- Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે India and Nigeria વચ્ચે ટક્કર