સરાજાહેર નાના બાળકને માર મારતા ઈજાગ્રસ્ત, બનાવની પોલીસે તપાસ હાથ ધરી
Gondal,તા.12
બાળક ભગવાનનું રૂપ ગણાય છે, ત્યારે કલિયુગમાં હવે બાળકો પર પણ હુમલા થવા લાગ્યા છે.. ગોંડલ તાલુકાના ભૂણાવા પાટીયા પાસે બાલાજી કંપની પાસે ગઈકાલે સાંજે સાત વર્ષના માસુમ બાળક ને વિના કારણે માર મારવાના બનાવમાં માસુમ બાળકને બેભાન અવસ્થામાં સિવિલમાં ખસેડવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે, પોલીસે હુમલાખોરોનું પગેરું મેળવવા ચક્ર ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભૂણાવાપાટિયા પાસે રહેતા રમેશભાઈ સહાની ના સાત વર્ષનો પુત્ર અવધેશ ગઈકાલે સાંજે બાલાજી કંપની ગેટ પાસે રોડ ઉપર રમતો હતો ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિઓએ માર મારતા બેભાન હાલતમાં પરિવારને મળ્યો હતો તાત્કાલિક ૧૦૮ મારફત સિવિલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે.માસુમ બાળકને માર મારવાના આ બનાવ અંગે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ના આધારે બાળક પર કોણે અને કયા કારણોસર હુમલો કર્યો છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. અને આસપાસના શ્રમિકો અને નાગરિકો ની પૂછપરછ હાથ ધરી છે