Uttar Pradesh,તા. 15
યુપીમાં ફરી એકવાર ગુગલ મેપે કારમાં સવાર શ્રધ્ધાળુઓને ગોથે ચડાવ્યા હતા. બિહારથી મહાકુંભ જઇ રહેલા શ્રધ્ધાળુઓની કાર ગુગલ મેપની ગરબડથી સરાઇઅકિલના બેનીરામ કટરામાં પહોંચી હતી અને ત્યાં ગાઢ ધુમ્મસના કારણે રસ્તો ન દેખાતા વીજળીના થાંભલા સાથે ટકરાઇ હતી. જેથી કારમાં બેસેલા શ્રધ્ધાળુઓને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.
ગુગલ મેપ અવરનવાર લોકોને ધીસોડાના માર્ગે ચડાવતુ હોવાના બનાવો બનતા રહે છે. આવો જ એક બનાવ બિહારથી યુપીમાં મહાકુંભમાં કારમાં જઇ રહેલા શ્રધ્ધાળુઓને થયાનું બહાર આવ્યું છે ગુગલ મેપની ગરબડથી યુપીમાં મહાકુંભમાં ગુગલ મેપના સહારે જઇ રહેલા શ્રધ્ધાળુ યુપીના કૌશાંબી, જિલ્લામાં આવી ચડયા હતા.
જયાં ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઇવરને રસ્તો ન દેખાતા કાર એક વીજ થાંભલા સાથે ટકરાઇ હતી જોકે શ્રધ્ધાળુઓને મામુલી ઇજા થઇ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું. આથી શ્રધ્ધાળુઓ અન્ય વાહનમાં મહાકુંભ પહોંચ્યા હતા.