New Delhi,તા.25
આગામી તા. 1થી પ્રારંભ થનાર સંસદના શિયાળુ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ટકકર નિશ્ર્ચિત છે તે પૂર્વે તા. 30ના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સરકાર સત્રમાં રજુ થનાર ખરડાઓ સહિતના મુદે વિપક્ષોને માહિતી આપશે. સરકાર શિયાળુ સત્રમાં 10 નવા ખરડાઓ રજૂ કરવા જઇ રહી છે. જેમાં સૌથી મહત્વ પૂર્ણ અણુઉર્જા ઉત્પાદનનું ખાનગી ક્ષેત્રને પ્રવેશની મંજૂરી માટેનો ખરડો છે.
જેના કારણે દેશમાં ઉર્જા ઉત્પાદનમાં હવે વધુ ઝડપ આવી શકે તે જોવા માંગે છે. આ ઉપરાંત હાયર એજયુકેશન કમીશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પણ કરવામાં આવશે. જે યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્વનિર્ભર અને સ્વતંત્ર બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. સરકાર પાસે લાંબા સમયથી આ અંગેનો પ્રસ્તાવ છે.
તો અન્યમાં નેશનલ હાઇવે સુધારો ખરડો જેમાં રાષ્ટ્રીય રાજમાર્ગ માટે જમીન અધીગ્રહણની પ્રક્રિયા ઝડપી, પારદર્શક અને સરળ બનાવવાની યોજના છે. સરકાર આ ઉપરાંત સેબી અંગેના ત્રણ કાનુનોનું સુધારા કરવાની સાથે સિકયુરીટી માર્કેટ કોડ ખાસ લાવી રહી છે. જેના કારણે શેરબજાર અને અન્ય નાણાકીય સંસ્થાઓના કામકાજમાં એક સુત્રતા આવશે. સરકારે મધ્યસ્થા અને સુલભ ખરડો લાવી રહી છે જેમાં વિવિધ અદાલતોમાં પડેલા પેન્ડીંગ કેસોના નિકાલ માટે લવાદ જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

