Gandhinagar,તા.29
ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન રાજ્યપાલે બે મિનિટનું મૌન પાળી દિવંગત અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. પવાર જન-જન સાથે જોડાયેલા, જમીની સ્તરે લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત, કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. મહારાષ્ટ્રની જનસેવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે.

