Morbi,તા.14
બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે આજે મોરબી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હાથી પર બંધારણ મુકીને શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને મહાનગરપાલિકા કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી
ડો. બાબા સાહેબની જન્મ જયંતી નિમિતે આજે મોરબી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા રેલ્વે સ્ટેશન રોડથી શરુ કરીને મુખ્ય માર્ગો પર ફરીને મહાનગરપાલિકા કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત બાબા સાહેબ દ્વારા લખવામાં આવેલ બંધારણને હાથી પર મુકીને શોભાયાત્રા યોજાઈ હતી જે હાથી શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રામાં દલિત સમાજના લોકો તેમજ નગરના અગ્રણી નાગરિકો જોડાયા હતા શોભાયાત્રા મહાનગરપાલિકા કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી