New Delhi,તા.8
જીએસટીમાં વ્યાપક સુધારા કર્યા બાદ હવે સરકારે કસ્ટમ ડયુટી એકટમાં પણ મોટા સુધારાની તૈયારી કરી છે અને હાલના આઠ પ્રકારના સ્લેબના બદલે પાંચ કે છ સ્લેબથી આ આયાત જકાતનું માળખુ બનાવવા માટે આગામી બજેટમાં પ્રસ્તાવ થશે.
ખાસ કરીને કસ્ટમ ડયુટીની જે જુની વ્યાખ્યાઓ છે અને આયાતોમાં જે આધુનિકતા આવી છે તે વચ્ચે જબરી વિસંવાદીતા છે અને આયાતી માલના વ્યાખ્યા અંગે પણ પ્રશ્નો છે તે વચ્ચે હવે આયાતી ઉત્પાદનોની વ્યાખ્યા વધુ સરળ બનશે અને તેના વર્ગીકરણને પણ ઘટાડાશે જે આઠ પ્રકારના કસ્ટમ ડયુટી સ્લેબ છે તેના બદલે પાંચ અને વધુમાં વધુ છ પ્રકારના સ્લેબ આવશે.
જેના કારણે કાનુની રીતે જે વિસંવાદીતા ઉભી થાય છે તે પણ ઘટશે. સરકાર આયાતી ઉત્પાદનોની ઓળખ પણ નિશ્ચિત કરશે. જેથી તે લાઈન પર જ કસ્ટમ વિભાગ આગળ વધશે અને તેમાં કાનુની પ્રક્રિયાઓ ઘટશે. દેશમાં સ્પેશ્યલ ઈકોનોમી ઝોન કે જે ખાસ કરીને નિકાસ માટે મહત્વપૂર્ણ છે તેને પણ રાહત આપવા માટે કેટલીક જોગવાઈઓમાં ફેરફાર આવશે.

