ગુજરાતમાં કુલ ૧.૫૦ લાખ લોકો પતંગ કારોબાર સાથે જોડાયેલા છે જેમાં હિન્દુ-મુસ્લિમો બંને સમુદાયના લોકો
અમદાવાદ અને ગુજરાતમાં પતંગ ઉત્સવની ઉજવણી દરેક જગ્યાએ કરવામાં આવે છે. ખુબ ઓછા લોકોને આ અઁગેની માહિતી છે કે, ઉત્તરાયણ હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોને એક સાથે જોડે છે. આ ઇન્ડસ્ટ્રીમાં હિન્દુ અને મુસ્લિમ લોકો કામ કરી રહ્યા છે. રાજ્યમાં પતંગ-દોરીના કારોબાર સાથે ૧.૫૦ લાખ લોકો જોડાયેલા છે. પતંગ અને દોરીના ઇન્ડસ્ટ્રીનું કદ ૬૦૦ કરોડથી પણ વધુનું છે અને વર્ષે તેમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉત્તરાયણ નજીક છે ત્યારે ૨ કરોડથી પણ વધુ પતંગો રિટેલર્સના હાથમાં પહોંચશે. ત્યારબાદ આ પતંગ લોકો સુધી પહોંચશે. ૧૪ અને ૧૫મી જાન્યુઆરીના દિવસે કરોડો પતંગ ચગાવવામાં આવશે. ૧૫મી જાન્યુઆરીના દિવસે અડધી રાત્રે ઉત્તરાયણ પર્વની પરંપરાગતરીતે પૂર્ણાહૂતિ થાય છે. તુક્કલો ઉડાવવામાં આવે છે. ખંભાતમાં ૨૫થી વધુ પ્રકારની પતંગો બનાવનાર જાણકાર લોકોનું કહેવું છે કે, આગામી વર્ષના ઉત્સવની તૈયારી આ ઉત્તરાયણના અંતથી જ શરૃ થઇ જાય છે. કોટેજ ઇન્ડસ્ટ્રીમાં મોટી સંખ્યામાં લોકો કામ કરે છે. ગુજરાતમાં પતંગના કારોબારને વધારવામાં ઘણા લોકોની ભૂમિકા રહેલી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં ૭૦ ટકા પતંગ નિર્માણમાં મુસ્લિમોનું યોગદાન રહેલું છે જેમાં પાંચથી છ મોટા સેન્ટરો આવેલા છે. મુસ્લિમ પરિવારમાં પતંગ નિર્માણનું કારોબાર ઉત્તર ભારતમાં જોવા મળે છે. આ લોકો મુગલ ગાળા દરમિયાન જ ગુજરાતમાં આવી ગયા હતા. એ વખતે પતંગ ચગાવવાની બાબતને શાહી પરંપરા ગણવામાં આવતી હતી. પતંગોનો ઇતિહાસ ખુબ વિશાળ છે. પરંપરાગતરીતે આમા ટ્રેસિંગ પેપરની જરૂર પડે છે જે તમિળનાડુમાં શિવકાશી, તિરુપુરથી લાવવામાં આવે છે. કર્ણાટકમાં રામનગરથી આવે છે. આ ઉપરાંત આસામમાંથી પણ જુદી જુદી ચીજવસ્તુઓ આવે છે. પતંગ નિર્માણ સાથે જોડાયેલા લોકોની સંખ્યા ૧.૫૦ લાખની આસપાસની છે. પતંગ નિર્માણમાં મહિલા વર્કરોની સંખ્યા ૭૦ ટકાથી વધુની છે. આ વખતે પતંગોના ભાવ ગયા વર્ષ કરતા વધી ગયા છે. પાંચ પતંગોની કિંમત સરેરાશ ૪૫થી ૧૦૦ રૂપિયા જેટલી જોવા મળી રહી છે.
પતંગ કારોબાર…
અમદાવાદમાં પતંગ દોરાનો ક્રેઝ હાલમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે. તે જોતા પતંગના કારોબારને પ્રોત્સાહન મળ્યું છે. આવનાર સમયમાં આ કારોબાર વધે તેમ પણ માનવામાં આવે છે. પતંગોની કિંમતો તાજેતરના દિવસોમાં સતત વધી રહી છે. સમગ્ર રાજ્યમાં પતંગ કારોબારની વાત કરવામાં આવે તો ચિત્ર નીચે મુજબ છે.
પતંગ નિર્માણમાં લોકો ૧.૫૦ લાખ
પતંગ દોરાનો કારોબાર ૬૦૦ કરોડ
પતંગ નિર્માણમાં મહિલા ૭૦ ટકા
પતંગ નિર્માણમાં મુસ્લિમો ૬૦ ટકા
૧૦૦૦ પતંગ બનાવવા માટે પેમેન્ટ ૬૦-૧૦૦
પાંચ પતંગોની સરેરાશ છુટક કિંમત ૪૫-૧૦૦
૧૪-૧૫મીએ પતંગો ઉડશે ૨ કરોડ