Ahmedabadતા.૧૦
ગુજરાત એટીએસની ટીમને બોગસ હથિયાર લાયસન્સ મેળવવાના કેસમાં કુલ ૧૮ આરોપીની ધરપકડ કરી છે. હથિયારના શોખીન આ શખ્સોએ ગુજરાત બહારના રાજ્યોમાંથી લાખો રૂપિયાચુકવીને આ હથિયારો ખરીદ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત એટીએસે ગત ૮મી તારીખે બોગસ લાયસન્સ ધરાવનાર સાત આરોપીઓની ધરપકડ કરી કુલ ૦૬ હથિયાર સહિત ૧૩૫ કારતૂસ કબ્જે કર્યા હતા. જેની તપાસ અને રિમાન્ડ દરમિયાન વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી પણ બોગસ હથિયાર લાયસન્સ સાથે ૧૫ હથિયાર અને ૪૮૯ કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે .
જેમાં(૧) અનિલ ગૌરિશંકર રાવલ, (૨) અરજણ વિહા ભરવાડ(૩) ભરત રામા ભરવાડ (૪)દેહુલ રાજુ ભરવાડ (૫) દેહુર બચુ ભોકરવા (૬) જનક બલુ પટેલ (૭) જય શાંતિલાલ પટેલ (૮) જગદિશ રેવા ભુવા (૯) લાખા રઘુ ભરવાડ (૧૦) મનિશ રમેશ રૈયાણી (૧૧) નિતેશ ભાયા મિર (૧૨) રમેશ ભોજા ભરવાડ (૧૩) રિશિ ઉમેશભાઈ દેસાઈ (૧૪) સમિર ભિખુ ગધેથરિયા (૧૫) વિરાજ જોગા ભરવાડ અને (૧૬) વિરમ સોંડા ભરવાડનો સમાવેશ થાયછે.
આ બોગસ હથિયાર લાયસન્સ કેસ માં ઝડપાયેલા ૧૬ આરોપીઓ અગાઉ પકડાયેલ સાત આરોપી (૧) સેલાભાઇ વેલાભાઇ બોળીયા, (૨) વિશાલ મુકેશભાઇ પંડ્યા, (૩) અર્જુન લાખુભાઇ અલગોતર, (૪) ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, (૫) સદ્દમ હુસૈન, (૬) બ્રીજેશ ઉર્ફે બિહુ મહેતા તથા (૭) મુકેશ રણછોડભાઈ બાંભા ના ધાર્મિક અને લગ્ન પ્રસંગ માં સંપર્ક માં આવ્યા હતા ત્યારે આ સાત આરોપીઓ પાસે હથિયાર જોઈ ને પ્રભાવિત થઈ જઇ ને પોતાના માટે પણ લાયસન્સ પરવાનો લેવા માટે ની વાત કરી હતી જેને લઈને આ ૧૬ આરોપીઓ એ ગુજરાત રાજ્ય બહાર ના રાજ્ય માંથી ૫ લાખ થી લઈ ને ૨૫ લાખ ની રકમ ની ચૂકવણી કરી ને હથિયાર લાયસન્સ અને હથિયાર મેળવ્યા હતા ત્યારે ગુજરાત એટીએસ ની તપાસ માં સામે આવ્યું છે કે આ ૧૬ હથિયાર શોખીનો એ આંગડિયા કે બેંક મારફતે પૈસા ચૂકવ્યા છે.
ગુજરાત એટીએસની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે અગાઉ ઝડપાયેલ મુખ્ય આરોપીઓની ટોળકી પોતાના ગ્રાહકોને આકર્ષવા માટેથી ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં પોતાની કમર પર હાથિયાર લટકડીને દેખાઈ શકે એ રીતે શૉ ઓફ કરતા ગયા જે જોઈ ને લોકો તેને પૂછતા હતા કે હથિયાર કઈ રીતે મળી શકે ત્યારે આ ગેંગ હથિયાર આપવા માટે ની પ્રક્રિયા સમજાવતા જેમાં આધાર કાર્ડ , ૩ વર્ષના ઇન્કમ ટેક્સ રીટર્ન સહિત ના દસ્તાવેજ મેળવી ને થોડા જ દિવસો માં હથિયાર અને બોગસ હથિયાર લાયસન્સ આપી દેતા હતા જેના બદલા માં નક્કી કરેલ રકમ ચૂકવવા માં આવતી હતી જેમાં આ ૧૬ આરોપીઓ એ અલગ અલગ રકમ ચૂકવી હતી
આ ૧૬ આરોપીઓ ની પૂછ પરછ માં ખુલાસો થયો છે કે આ હથિયાર અને હથિયાર લાયસન્સ અગાઉ પકડાયેલ સાત આરોપીઓ થકી મેળવ્યા હતા અને સાત આરોપીઓ એ હરિયાણા ના ખાતે આવેલ નૂહ માં આવેલ સૌકતઅલી ફારૂકઅલી સોહિમઅલી તેમજ આસિફ નામના શખ્સો એ નાગાલેન્ડ અને મણિપુરના લાયસન્સ કરવી આપ્યા હતા ત્યારે ગુજરાત ગુજરાત એટીએસની શંકા છે કે નાગાલેન્ડ અને મણિપુર તંત્ર ના કોઈ કર્મી કે અધિકારી પણ આ બોગસ લાયસન્સ કૌભાંડ માં સંડોવાયેલ હોય શકે છે.
આ બોગસ લાયસન્સ કૌભાંડ મામલે ગુજરાત એટીએસે ૧૦૮ આરોપીઓ સામે ફરિયાદ નોંધીને અત્યાર સુધી માં કુલ ૨૩ આરોપીઓ ની ધરપકડ કરીને વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે ત્યારે આ બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ એક ચર્ચા પણ શરૂ થઈ છે કે ગુજરાતના નામચીન લોકો અને સેલિબ્રિટીઓ પાસે પણ આવા પ્રકારના હથિયાર લાયસન્સ હોય શકે છે.
હાલ ૧૬ આરોપીઓ પૈકી ૬ આરોપીઓ પર ગુનાઓ પણ નોંધાયેલ છે, જેમાં અરજણ વિહા ભરવાડ પર ૨ ગુના, જનક બલુ પટેલ પર એક ગુનો, જગદીશ રેવા ભુવા પર એક ગુનો, માનીશ રમેશ રૈયાણી ચાર ગુના, રમેશ ભોજા ભરવાડ પર ૨ ગુના વિરમ સોંડા ભરવાડ પર એક ગુનો નોંધાય ચૂક્યા છે, ત્યારે ગુજરાત એટીએસની તપાસમાં વધુ શું સામે આવે છે એ જોવું રહ્યું.