Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    17 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 16, 2025

    17 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 16, 2025

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 17 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 17 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Drugs સમાજને ખાલી કરે છે અને રાષ્ટ્ર નિર્માણમાં સૌથી મોટો અવરોધ છે
    • 16 સપ્ટેમ્બર, વર્લ્ડ ઓઝોન ડે
    • તંત્રી લેખ…વકફ પર સુપ્રીમ કોર્ટના વચગાળાના નિર્ણયથી બંને પક્ષો સંતુષ્ટ
    • Rajkot Westની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદ્દત લંબાવવા દરખાસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં પાંજરાપોળ ફ્લાય ઓવર સંબંધિત તમામ રેકોર્ડ રજૂ કરવા AMCને ગુજરાત હાઈકોર્ટનું ફરમાન
    અમદાવાદ

    Ahmedabad માં પાંજરાપોળ ફ્લાય ઓવર સંબંધિત તમામ રેકોર્ડ રજૂ કરવા AMCને ગુજરાત હાઈકોર્ટનું ફરમાન

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,12 

    અમદાવાદના પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત ફ્લાય ઓવર બ્રિજના પ્રોજેકટને પડકારતી અને ટ્રાફિક, વધતા અકસ્માતો સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જાહેરહિતની રિટ અરજી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગંભીર અને મહત્ત્વની નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘હાલની પીઆઇએલ સર્વોચ્ચ જનહિતના મહત્ત્વના મુદ્દા ઉઠાવતી રિટ અરજી છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફલાય ઓવર બ્રિજ બનાવવાની પ્રક્રિયામાં ખામી સહિતના અગત્યના સંબંધિત મુદ્દાઓ ઉજાગર કરે છે.’

    ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હુકમમાં મહત્ત્વનાં અવલોકનો

    ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતાં સાફ શબ્દોમાં જણાવ્યું કે, ‘હાલની આ રિટ અરજીમાં રેકર્ડ પર મૂકાયેલા નિષ્ણાત સંસ્થાઓના રિપોર્ટને ધ્યાને લેતાં અ.મ્યુ.કો. દ્વારા રસ્તાઓના પ્લાનીંગનો મામલો ગંભીર વિચારણા માંગી લે તેવો છે.’ હાઇકોર્ટે પાંજરાપોળ જંકશનથી ડો.વિક્રમ સારાભાઈ માર્ગ(આઇઆઇએમ રોડ) પર ફલાય ઓવરના નિર્માણ માટેની પ્રક્રિયા-નિર્ણય સંબંધી તમામ રેકોર્ડ અને મટીરીયલ્સ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો.

    અ.મ્યુ.કો.એ અમદાવાદના રસ્તાઓ અને જંક્શનના ટ્રાફિકને લઈ દેશની જે બે સર્વોચ્ચ નિષ્ણાત સંસ્થા આઈઆઈટીરામ અને સીએસઆઈઆરની પાસેથી રિપોર્ટ મંગાવ્યા હતા. તે અંગે હાઈકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને લઈને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે નોંધ લેતાં ચુકાદામાં ટાંક્યુ હતું કે, ‘આ રિપોર્ટ પ્રમાણે, પાંજરાપોળ જંકશન પર ટ્રાફિક ખૂબ જ ઓછો છે અને આ જંકશન પર ફલાય ઓવરની દરખાસ્ત એ આઈઆઈટિરામ અને સીએસઆઇઆરની ભલામણોની ધરાર અવગણના કરીને હાથ ધરાયેલી કવાયત છે. આ જંકશન પર ટ્રાકિકનો એવો કોઈ જ નોંધપાત્ર સમસ્યા નહીં હોવાથી પાંજરાપોળ ફલાય ઓવર માટેની કોઈ જરૂરિયાત જ જણાતી નથી.’

    હાઇકોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આઈઆઈટીરામ (ઈન્સ્ટીટ્યુટ ઈન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ  મેનેજમેન્ટ) અને સીએસઆઈઆર (સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટટ્યુટ, નવી દિલ્હી)ને અમદાવાદ શહેરના રોડ-રસ્તાના માળખાકીય સર્વગ્રાહી અભ્યાસ માટે એન્ગેજ કર્યા છે. આ બંને નિષ્ણાત સંસ્થાઓએ શહેરના 34 જંકશનનો સર્વગ્રાહી રિપોર્ટ વર્ષ 2010માં રજૂ કર્યો હતો. અ.મ્યુ.કો. તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, આ બંને નિષ્ણાત સંસ્થાઓ દ્વારા અમદાવાદમાં મોટા રોડ કોરિડોરને લઈને જંકશન સુધારણા માટે ટ્રાફિક અભ્યાસ અંગેનો રિપોર્ટ પણ વર્ષ 2012માં રજૂ કરાયો હતો. અ.મ્યુ.કો. પાંજરાપોળ જંકશન ખાતે સૂચિત સુધારણા બાબતે અભ્યાસ કરવા અંગે આઈઆઈટીરામને ભલામણ કરી હતી. અરજદારપક્ષ તરફથી આ બંને સંસ્થાઓના રિપોર્ટની ભલામણોને અવગણીને અ.મ્યુ.કો સત્તાવાળાઓ પાંજરાપોળ ફલાય ઓવર નિર્માણ કરી રહ્યા હોવાની હકીકત અદાલતના ધ્યાન પર મૂકી હતી.

    પાંજરાપોળ ફલાયઓવર મામલે હાઈકોર્ટમાં રજૂ થયેલા મુદ્દા

    •પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ સુધી ફ્લાય ઓવરની કોઈ જરૂર નથી, કારણ કે, પહેલેથી જ એક ફલાય ઓવર છે.

    •આ ફલાય ઓવર નિર્માણ માટે વર્ષો જૂના અને પ્રાચીન વૃક્ષોનું આડેધડ છેદન થશે, જે પર્યારવણીય દ્રષ્ટિકોણથી કોઈ સંજોગોમાં ના ચાલે.

    •આ સમગ્ર વિસ્તાર ગ્રીન કવર છે અને વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોના કારણે ગ્રીન કવરથી હરિયાળો છે.

    •અ.મ્યુ.કો સત્તાધીશો તેમના અણઘડ આયોજન હેઠળ આ હરિયાળા ગ્રીન કવરનું નિકંદન કાઢવા માંગે છે, જેની મંજૂરી આપી શકાય નહીં.

    •વર્ષ 2012ના વર્ષ કરતાં 2020માં આ રોડ પરનો ટ્રાફિક 15 ટકા સુધી ઘટ્યો છે.

    •અમદાવાદ શહેરમાં 2011થી 48 ટકા જેટલું ગ્રીન કવર ઘટી ગયું છે. આ બ્રિજ બનાવવા જે રણજીત બિલ્ડકોન કંપનીને કોન્ટ્રાકટ અપાયર્યો છે, તેનો ટ્રેક રેકોર્ડ સારો નથી.

    •પર્યાવરણના ભોગે માત્ર કોન્ટ્રાક્ટર કંપનીને કમાવી આપવાના આશયથી આ પ્રકારે બ્રિજ નિર્માણની મંજૂરી આપી શકાય નહીં.

    •કોઇપણ રીતે આ ફલાય ઓવરની જરૂરિયાત નહીં હોવાથી હાઈકોર્ટે તેના નિર્માણ માટેની મંજૂરી આપવી જોઇએ નહીં.

    રણજીત ગ્રૂપ કન્સ્ટ્રકશન સંબંધી ગેરરીતિઓમાં સંડોવાયેલું છે

    ધારિણી શાહ તથા અન્ય તરફથી કરાયેલી પીઆઈએલમાં સિનિયર એડવોકેટ મીહિર ઠાકોરે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ‘રણજીત બિલ્ડકોન લિ. અને રણજીત કન્સ્ટ્રકશન કંપની આ બંને એક જ ગ્રૂપ છે, જેનો ટ્રેક રેકોર્ડ બહુ ખરાબ અને નબળી છે. ખાસ કરીને રણજીત ગ્રૂપ કન્સ્ટ્રકશન સંબંધી ગંભીર ગેરરીતિઓમાં સંડોવાયેલું છે. જેમાં સુરતમાં જમનાબા પાર્ક અને અનુવ્રત દ્વાર વચ્ચે રોડ પહોળો કરવાના પ્રોજેકટની કન્સ્ટ્રક્શન દરમિયાનની દુર્ઘટનામાં બે વર્ષની એક માસૂમ બાળકી મૃત્યુ થયું હતું. ઘણાં મજૂરોને પણ ઈજાઓ પહોંચી હતી. રણજીત બિલ્ડકોન લિ.ના કામને લઈ સુરતમાં આવા અન્ય બે બનાવો પણ નોંધાયા હતા.

    સાબરમતી રિવરફ્રન્ટમાં રણજીત ગ્રુપે ગેરરીતિઓ કરેલી

    અરજદારપક્ષ તરફથી એ મુદ્દે પણ હાઈકોર્ટનું ધ્યાન દોરાયું અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટમાં પણ ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં ખુદ કોર્ટ સહાયકે જ તેમના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ના ચોક્કસ ભાગના બાંધકામ માટે રણજીત બિલ્ડકોન લિ.ને કામ અપાયું હતું અને તેણે એક કૃત્રિમ સેઝ પુલ બનાવ્યો હતો. જેના કારણે દૂષિત સુએઝ તેમાં એકત્ર થતુ હતુ અને નદીમાં પાણીનો પ્રવાહ અટકાવ્યો હતો, જેને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

     

    Ahmedabad AMC Gujarat High Court Panjrapol-flyover
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: રાહુલ ગાંધી તાલુકા -જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે

    September 16, 2025
    અમદાવાદ

    Gujarat High Court ને ત્રણ મહિનામાં ચોથીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    September 16, 2025
    અમદાવાદ

    નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મદિવસથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાશે

    September 15, 2025
    અમદાવાદ

    Ahmedabad:બિલ્ડર હત્યા કેસઃપુર્વ ભાગીદારો વચ્ચે આર્થિક લેતીદેતીનો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો

    September 15, 2025
    અમદાવાદ

    Ahmedabad:સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને ૨૦ વર્ષની સજા

    September 13, 2025
    અમદાવાદ

    Ahmedabad માં ૧૨૧ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં કંપની અને ત્રણ ડિરેક્ટરો સામે FIR

    September 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    17 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 16, 2025

    17 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 16, 2025

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 16, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 16, 2025

    Drugs સમાજને ખાલી કરે છે અને રાષ્ટ્ર નિર્માણમાં સૌથી મોટો અવરોધ છે

    September 16, 2025

    16 સપ્ટેમ્બર, વર્લ્ડ ઓઝોન ડે

    September 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    17 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 16, 2025

    17 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 16, 2025

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.