Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ 
    • ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
    • Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
    • Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    • Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?
    મનોરંજન

    સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?

    Vikram RavalBy Vikram RavalOctober 22, 2026Updated:October 23, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૨૨

    ઉત્તરાખંડમાં દલેર મહેંદીના કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગાયિકા સોના મોહાપાત્રાએ પર્ફોર્મિંગ આટ્‌ર્સમાં વ્યાવસાયિક જવાબદારી અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે દર્શકો પણ સન્માનના હકદાર છેસોના મોહાપાત્રાએ ઇન્સ્ટાગ્રામ પર દલેર મહેંદી માટે એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેમાં ગાયિકાએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાયેલા સૂફી મહોત્સવની પહેલી સાંજે તેમણે મુખ્ય કલાકાર તરીકે પર્ફોર્મ કર્યું હતું, જ્યારે દલેર મહેંદીને બીજા દિવસે, ૧ માર્ચે સમાપન કાર્યક્રમ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે લખ્યું, “હું ઉત્તરાખંડમાં દલેર મહેંદીજીના કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદને જોઈ રહી છું અને મને મારી સાથે બનેલી એક અંગત ઘટના શેર કરવાની જરૂર લાગી રહી છે. કોઈ દિગ્ગજ કલાકારનું અપમાન કરવા માટે નહીં, પરંતુ એટલા માટે કે આ ઘટનાથી આપણા બધા સામે પર્ફોર્મિંગ આટ્‌ર્સને લગતો એક મોટો અને અસહજ સવાલ ઊભો થાય છે. ૨૮ ફેબ્રુઆરીએ હું દિલ્હીના સુંદર નર્સરી હેરિટેજ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવા ગઈ હતી અને દલેરજી બીજા દિવસે, ૧ માર્ચે સમાપન કાર્યક્રમ માટે આવ્યા હતા.”ગાયિકાએ જણાવ્યું કે તે અને તેમની આખી ટીમ દલેર મહેંદીનો કાર્યક્રમ જોવા માટે આખી રાત ત્યાં રોકાઈ હતી. તેમણે કહ્યું, “કલાકારો સામાન્ય રીતે પોતાનો કાર્યક્રમ પૂરો થયા પછી ત્યાં રોકાતા નથી,

    પરંતુ આયોજક ટીમે ઉદારતા દાખવીને અમને એક રાત વધુ રોકાવાની વિનંતી સ્વીકારી હતી. અમને ખરેખર એક દિગ્ગજ કલાકારને પર્ફોર્મ કરતા જોવાનો ઉત્સાહ હતો. અમને કહેવામાં આવ્યું હતું કે તેમનો સૂફી અંદાજ એકદમ અલગ હશે.”કાર્યક્રમ વિશે વાત કરતાં સોનાએ કહ્યું, “અમે જેની આશા રાખીને રોકાયાં હતાં, એવું કંઈ જ થયું નહીં. સ્ટેજ પર દલેરજી ખૂબ મૂંઝવણમાં હોય તેવા લાગતા હતા. તેમને એક સૂર પકડવામાં પણ મુશ્કેલી પડી રહી હતી અને તેઓ એક જ ધૂન વારંવાર દોહરાવી રહ્યા હતા. આખી આયોજન ટીમ નિરાશ થઈ ગઈ હતી. અમે જોયું કે કેવી રીતે ધીમે-ધીમે દર્શકો ત્યાંથી જવા લાગ્યા. આ એ લોકો હતા, જેમણે ટિકિટ માટે સારા એવા પૈસા ચૂકવ્યા હતા અને મોટી અપેક્ષાઓ સાથે આવ્યા હતા.” તેમણે કહ્યું, “મને સૌથી વધુ દુઃખ આયોજકો માટે થયું હતું. તેમણે એક પ્રતિષ્ઠિત કલાકારને રજૂ કરવા માટે પોતાનાં સાધનો, પ્રતિષ્ઠા અને ઘણી મહેનત લગાવી હતી. તેમ છતાં, અમારામાંથી કોઈએ કંઈ કહ્યું નહીં. દલેરજીની અંગત પરિસ્થિતિ કે તેમના સ્વાસ્થ્ય વિશે મને કોઈ જાણકારી નથી અને અમે જે જોયું તેના આધારે હું કોઈ અનુમાન લગાવવા માગતી નથી. મારું એવું પણ માનવું છે કે કોઈ કલાકારનું જાહેરમાં અપમાન કરવું એ કોઈ ઉકેલ નથી.”દર્શકોની લાગણીઓ અને કાર્યક્રમના આયોજન અંગે સવાલ ઉઠાવતાં ગાયિકાએ લખ્યું, “ઉત્તરાખંડમાં થયેલા વિવાદને જોઈને મને આશ્ચર્ય થાય છે કે મોટાભાગની ચર્ચા કલાકારના અપમાન પર થઈ રહી છે. દર્શકોની અપેક્ષાઓ અને મોટી વ્યાવસાયિક ફી લેનારાઓની જવાબદારી વિશે બહુ ઓછી વાત થઈ રહી છે. બે વાત એકસાથે સાચી હોઈ શકે છે.”દલેર મહેંદી વિશે તેમણે લખ્યું, “એક દિગ્ગજ કલાકાર પોતાના સન્માન, સહાનુભૂતિ અને જીવનભરના યોગદાન માટે આભારનો હકદાર છે. સાથે જ દર્શકો પણ એક પ્રામાણિક પર્ફોર્મન્સના હકદાર છે. જો કોઈ કલાકારની તબિયત સારી ન હોય, તો તેની સાથે સહાનુભૂતિ રાખવી જોઈએ અને પરિસ્થિતિને સંભાળવા માટે જવાબદારીપૂર્વકનો રસ્તો અપનાવવો જોઈએ.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી: Shabana
    Next Article માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’Ramayana’નું તોફાન દિવાળી પછી પણ અટક્યું નથી; ૧૦૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કરી રહી છે

    November 13, 2026
    અન્ય રાજ્યો

    બદમાશોએ મુંબઈના રામ મંદિરમાં Bajrangbaliની તસવીર ફાડી નાખી, બોર્ડ પર કાળો રંગ છાંટી દીધો

    November 9, 2026
    મનોરંજન

    ૪૦ વર્ષના લગ્નજીવન અંગે Sunitaએ તોડ્યું મૌન, કહ્યું બધું બરાબર

    November 9, 2026
    મનોરંજન

    Esha Deol અને ભરત તખ્તાની ફરી એકસાથે દેખાયાં

    November 9, 2026
    મનોરંજન

    મંત્રી સાથેના વિવાદ પર આખરે Daler Mehndiએ તોડ્યું મૌન

    November 9, 2026
    અન્ય રાજ્યો

    પહેલીવાર સામે આવ્યો Katrina-વિકીના દીકરા વિહાનનો ચહેરો

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,852
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,952
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,482
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-11-2026 15:55
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.