Mumbai, તા.૨૨
બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીએ તાજેતરમાં ધર્મ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તે પોતે મુસ્લિમ છે અને સંસ્કૃતિની બારીકીઓને સમજે છે અને માણે છે. જોકે, તે ધાર્મિક રીતરિવાજોનું સક્રિયપણે પાલન નથી કરતી. તાજેતરના ઇન્ટરવ્યૂમાં શબાના આઝમીએ પતિ જાવેદ અખ્તર વિશે પણ વાત કરી હતી. જાવેદ અખ્તર ધર્મમાં વિશ્વાસ રાખતા નથી અને પોતાને નાસ્તિક ગણાવે છે. શબાનાએ કહ્યું કે ધર્મ દરેક વ્યક્તિની અંગત પસંદગી છે.તાજેતરમાં ચેનલ પર શેર કરવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં શબાના આઝમીએ બાળપણ અને પિતા સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી. તેમણે પોતાના પિતા અને જાણીતા કવિ કૈફી આઝમી વિશે જણાવ્યું કે તેઓ પણ નાસ્તિક હતા. જ્યારે તેમનાં માતા શૌકત આઝમી ઇસ્લામમાં માનતાં હતાં, પરંતુ ખૂબ કટ્ટર રીતે નહીં.જાવેદ અખ્તર પાકા નાસ્તિકજાવેદ અખ્તરને નાસ્તિક ગણાવતાં શબાના આઝમીએ કહ્યું કે તેઓ પાકા નાસ્તિક છે. તે ‘માશાલ્લાહ’ અને ‘ઇન્શાલ્લાહ’ જેવા ધાર્મિક શબ્દોનો ઉપયોગ પણ કરે છે, જ્યારે તેમના પતિ આ બાબતે ઘણી વાર સવાલો પણ પૂછે છે.આ દરમિયાન પોતાની ઓળખ વિશે વાત કરતાં શબાના આઝમીએ કહ્યું, ‘હા, હું મુસ્લિમ છું. મને ઈદની ઉજવણી કરવી, ઉર્દૂ ભાષા, અહીંની ખાણીપીણી અને બીજી ઘણી બધી વસ્તુઓ ગમે છે, પરંતુ અમે નમાઝ અદા નથી કરતી. અમારે ધર્મ સાથે કોઈ ખાસ લેવાદેવા નથી.’શબાના આઝમી માને છે કે ધર્મ એક અંગત મામલો છે. કોઈને પણ અન્ય વ્યક્તિની આસ્થામાં દખલ કરવાનો અધિકાર ન હોવો જોઈએ. તેમણે કહ્યું, ‘ઈશ્વરની કલ્પનાની વાત કરીએ તો આ સંપૂર્ણપણે અંગત મામલો છે. સરકારે તેમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અર્થ નથી. કોઈને પ્રાર્થનાથી શાંતિ મળતી હોય તો તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ.’

