Dwarka, તા.4
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આશરે એક પખવાડીયાથી કરતા વધુ સમયથી વરસાદી બ્રેક રહી છે. આ વચ્ચે અનેક વિસ્તારો હજુ વરસાદ વગર જાણે સંપૂર્ણપણે તરસ્યા હોય તેમ જળસ્ત્રોતો ખાલી જોવા મળે છે. ત્યારે આજે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હળવા ઝાપટા વરસ્યા હતા.
જિલ્લામાં વરસાદ અંગે સૂત્રો દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં દ્વારકા તાલુકામાં આજે સવારથી આ લખાય છે ત્યારે સવારે 10 વાગ્યા સુધી ધીમીધારે છાંટા વરસ્યા હતા અને અડધો ઈંચ (13 મી.મી.) પાણી પડી ગયું હતું. જ્યારે કલ્યાણપુર તાલુકામાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો છે.
ખંભાળિયા તાલુકામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા વરસ્યા હતા. આ સાથે મોસમનો કુલ વરસાદ કલ્યાણપુરમાં 25 ઈંચ (623 મી.મી.), દ્વારકામાં સાડા 27 ઈંચ (437 મી.મી.), ભાણવડમાં (366 મી.મી.) અને ખંભાળિયામાં સાડા 14 ઈંચ (322 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા 17 ઈંચ (437 મી.મી.) નોંધાયો છે.
અષાઢ માસમાં નોંધપાત્ર વરસાદ વરસનો નથી અને શ્રાવણ માસ પણ અડધો પૂર્ણ થવા આવ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ધરતીપુત્રો સાથે નગરજનો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે.