Mumbai,તા.21
ભારતનાં ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાના વખાણ કરતાં કહ્યું છે કે તેમની ઉર્જા ફૂટબોલ કોચ જેવી છે. તેમણે જિયોસ્ટાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ખેલાડીઓ સાથે નેહરાનો સતત સંવાદ અને રમતની ઊંડી સમજણે ગુજરાત ટાઇટન્સની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
તેમણે જણાવ્યું હતું કે, `તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જે ગમે ત્યાં, ગમે ત્યારે વાતાવરણને હળવું બનાવી શકે છે. તેઓ જ્યાં પણ જાય છે, પોતાની આસપાસનાં તમામ લોકોને કમ્ફર્ટેબલ બનાવી દે છે.’ મેચો દરમિયાન નેહરાની ભૂમિકા વિશે હરભજન સિંહે કહ્યું, `તેઓ એક ફૂટબોલ કોચ જેવાં છે. ક્યારેય શાંત બેસતાં નથી.’

