Mumbai, તા.9
મુંબઈ ઇન્ડિયન્સ વર્તમાન IPL સીઝનમાં પાંચમાંથી માત્ર એક મેચ જીત્યું છે, પણ આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરીને મોટા રેકોર્ડ બનાવી રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં બેન્ગલોર સામે સ્ટાર બેટર વિરાટ કોહલી અને લિયામ લિવિંગસ્ટનની વિકેટ લઈને તેણે પોતાની 200 T20 વિકેટ પૂરી કરી હતી.
આ બે વિકેટ સાથે તે ટુર્નામેન્ટમાં કેપ્ટન તરીકે 30 પ્લસ વિકેટ લેનાર પહેલો ભારતીય અને ઓવરઑલ બીજો બોલર બની ગયો છે. હાર્દિકે 32 વિકેટ લઈને ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ IPL વિકેટ લેનાર અનિલ કુંબલેનો 30 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો.
હાર્દિકે ગુજરાત ટાઇટન્સ માટે 11 વિકેટ અને મુંબઈ માટે 21 વિકેટ ઝડપીને આ રેકોર્ડ કર્યો છે. હાર્દિક હવે મહાન ઑસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્નથી પાછળ છે, જેણે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે 2008થી 2011 દરમ્યાન 57વિકેટ લેવાનો રેકોર્ડ કર્યો હતો.