સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અનેર્ OTT પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટના નિયમો અંગે સરકારને ૪ અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું હતું
New Delhi તા.૨૭
સુપ્રીમ કોર્ટે આજે સોશિયલ મીડિયા અનેર્ OTT પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે. સુનાવણી દરમિયાન, આવા કન્ટેન્ટના પ્રસારણને કારણે સમાજ પર તેની અસર વિશે વિચારણા કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ મુદ્દે વિગતવાર સુનાવણી કરી હતી.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, આજના ડિજિટલ યુગમાં ફોન ચાલુ કરતાં જ એવા કન્ટેન્ટ સામે આવી જાય છે, જે આપણે જોઈ પણ ન શકીએ. તેમણે ઉદાહરણ આપ્યું કે પુસ્તકો, ચિત્રો કે અન્ય માધ્યમોમાં પણ અશ્લીલતા મળી શકે છે. જો આવા કન્ટેન્ટની હરાજી થાય તો પ્રતિબંધો લાદવા જરૂરી છે. તેમણે ભાર મૂક્યો કે, યૂઝર્સઓને અશ્લીલ કન્ટેન્ટથી બચાવવા માટે એલર્ટ અને ડિસ્ક્લેમર્સની વ્યવસ્થા કરવી જોઈએ. એલર્ટ ફક્ત થોડીક સેકન્ડ માટે હોવી જોઈએ, જેથી યૂઝર્સ તેને સમજીને આગળ વધી શકે.
ન્યાયાધીશ જયમાલા બાગચીએ જણાવ્યું કે, આવી સામગ્રીથી કેટલાક લોકો ચોંકી શકે છે, તેથી તેમના માટે પ્રારંભિક ચેતવણી આવશ્યક છે. તેમણે કહ્યું કે, આ માત્ર ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો વિશે નથી, પરંતુ તેનું મુખ્ય ધ્યેય એ છે કે, આવી સામગ્રી જાહેર વપરાશ અથવા જાહેરમાં જોવા માટે યોગ્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ચેતવણી યૂઝર્સને માનસિક રીતે તૈયાર કરી શકે છે અને અનિચ્છનીય અસરને ટાળી શકે છે. મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, ડિસ્ક્લેમર આપ્યા પછી પણ શો શરૂ થાય છે, પરંતુ યૂઝર્સ તેને ન જોવાનું નક્કી કરે ત્યાં સુધીમાં તો તે ચાલુ થઈ જાય છે. તેમણે સૂચવ્યું કે, ઉંમર ચકાસણી માટે આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરી શકાય છે. આમ કરવાથી કન્ટેન્ટનું પ્રસારણ વધુ જવાબદારીપૂર્વક થઈ શકે છે.
તેમણે ભાર મૂક્યો કે, આવી વ્યવસ્થાઓથી સમાજમાં જવાબદારીનું વાતાવરણ બની શકે છે. સુપ્રીમ કોર્ટે એક જવાબદાર સમાજ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચવ્યું કે, એક સમિતિની રચના કરવી જોઈએ જેમાં નિષ્ણાતો, ન્યાયતંત્ર અને મીડિયાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય. આ સમિતિ પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામ કરી શકે છે. જો આ અભિવ્યક્તિની સ્વતંત્રતાને અવરોધે તો તેના પર વિચાર કરી શકાય છે. કોર્ટે કહ્યું કે, એકવાર જવાબદાર સમાજ બને તો મોટાભાગની સમસ્યાઓ આપમેળે હલ થઈ જશે.
આ કેસમાં ઓપરેશન સિંદૂરનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું હતું. જ્યારે સમાચાર પ્રસારણ સંગઠનોએ નવા નિયમોને સેન્સરશીપ તરીકે વિરોધ કર્યો, ત્યારે ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે, સામગ્રી ૪૮ કલાક પછી દૂર કરવામાં આવે તો પણ તે વાયરલ થઈ જાય છે. તેમણે જણાવ્યું કે, ઑડિઓ અને વીડિયો માટે પ્રી-પ્રકાશન સેન્સરશીપ છે, કારણ કે તેમની ફેલાવાની ક્ષમતા વધુ છે. સોશિયલ મીડિયા તો વધુ અસ્પષ્ટ છે, કારણ કે તે વૈશ્વિક સ્તરે ફેલાય છે.

