Dehradun,તા.૧૦
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (ેંઝ્રછડ્ઢછ) એ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા હેલિકોપ્ટર સેવા તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. હેલિકોપ્ટર સેવા ફક્ત ચાર ધામ યાત્રા સ્થળોએથી યાત્રાળુઓને બહાર કાઢવા માટે ઉપલબ્ધ છે. આ માહિતી યુસીએડીએ દ્વારા જ આપવામાં આવી છે.
તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટો અકસ્માત થયો. સવારે ૯ વાગ્યે ગંગાનાઈ નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં ૬ મુસાફરોના મોત થયા હતા. હેલિકોપ્ટરના કાટમાળના ફોટા પણ સામે આવ્યા હતા. આ હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હોવાનું કહેવાય છે અને તે ગંગોત્રી તરફ જઈ રહ્યું હતું. સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે હાજર હતા.
ગંગોત્રી ધામ તરફ જઈ રહેલ એરો ટ્રાન્સ ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માત ગંગાનાઈથી આગળ, નાગ મંદિરની નીચે, ભાગીરથી નદી પાસે બન્યો હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર, હેલિકોપ્ટર ગંગોત્રી ધામની યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહ્યું હતું. આ કિસ્સામાં, ઉત્તરાખંડના સીએમ ધામીનું નિવેદન સામે આવ્યું હતું. સીએમ ધામીએ ટિ્વટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ’ઉત્તરકાશીના ગંગણી નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં કેટલાક લોકોના મોતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે જીડ્ઢઇહ્લ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માઓને ભગવાન શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઘાયલોને શક્ય તમામ સહાય પૂરી પાડવા અને અકસ્માતની તપાસ કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભે, હું સતત અધિકારીઓના સંપર્કમાં છું અને દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ચાર ધામ હેલિકોપ્ટર સેવા શા માટે સ્થગિત કરવામાં આવી તે જાણી શકાયું નથી. કારણ કે આ સમયે ભારત-પાકિસ્તાન તણાવ ચાલી રહ્યો છે અને તાજેતરમાં ઉત્તરકાશીમાં એક હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું. આવી સ્થિતિમાં, લોકો આ સસ્પેન્શન કાર્યવાહીને બંને ઘટનાઓ સાથે જોડીને ચર્ચા કરી રહ્યા છે.