Mumbai,તા.09
બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રે રવિવારે તેમનો 89મો જન્મદિવસ મનાવ્યો હતો. હવે અભિનેતા 90 વર્ષનાં થવાથી માત્ર એક ડગલું દૂર છે. આ ખાસ અવસર પર તેનાં ફેન્સની સાથે તેની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિનીએ પણ તેને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. હેમા માલિનીએ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ લખી અને કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
હેમા માલિની લખ્યું કે, સેલિબ્રેશન ડે! મારાં સપનાના રાજકુમારને જન્મદિવસની શુભેચ્છાઓ. ઘણાં વર્ષો પહેલાં અમે પહેલીવાર મળ્યાં ત્યારથી, મેં તમારું હૃદય મારી પાસે રાખ્યું છે અને તમે મારું હૃદય રાખ્યું છે. આપણે હંમેશાં સારા અને ખરાબ સમય સાથે જોયાં છે. હેમા માલિનીએ આગળ લખ્યું કે, હું આવનારાં વર્ષો સુધી તમારાં વશીકરણથી મોહિત રહેવા માંગુ છું. ભગવાન તમને હંમેશાં સારું સ્વાસ્થ્ય અને સુખ આપે.
પોતાનાં જન્મદિવસ નિમિત્તે ધર્મેન્દ્રએ પોતાનાં ઘરે ચાહકો સાથે 6 સ્તરની કેક કાપી હતી. આ પ્રસંગે બોબી દેઓલ અને સનીપણ ત્યાં હાજર હતાં. ધર્મેન્દ્રને ચાલવામાં થોડી તકલીફ પડી રહી હોવા છતાં બોબી અને સની તેમની સાથે રહ્યાં હતાં.
હેમા માલિની ઉપરાંત સની દેઓલ, બોબી દેઓલ અને એશા દેઓલે પણ ધર્મેન્દ્રને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સની દેઓલે ઈન્સ્ટાગ્રામ પર અનેક તસવીરોનો વીડિયો શેર કર્યો અને લખ્યું, હેપ્પી બર્થ ડે પાપા.આઇ લવ યુ ધ મોસ્ટ.
બોબી દેઓલે પિતા ધર્મેન્દ્ર સાથે ઘણી તસવીરો શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું, પાપા, હું તમને સૌથી વધુ પ્રેમ કરું છું. હેપ્પી બર્થ ડે.” એક તસવીર શેર કરતાં એશા દેઓલે લખ્યું, હેપ્પી બર્થ ડે પાપા. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.
ડ્રીમગર્લ હેમામાલિનીએ લખ્યું: મારા ડ્રીમમેનને હેપીએસ્ટ બર્થ-ડે
ધર્મેન્દ્રને દીકરાઓ સની અને બોબી તથા દીકરી એશાએ સોશ્યલ મીડિયા મારફત જન્મ દિવસની વધાઇ આપી હતી. પણ સૌથી સુંદર વિશ હેમા માલિનીની હતી. ડ્રીમગર્લ તરીકે જાણીતાં હેમાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું: હેપીએસ્ટ બર્થ-ડે ટુ ધ મેન ઓફ માય ડ્રીમ્સ.
આપણે વ ર્ષો પહેલાં પહેલીવાર મળ્યાં ત્યારથી તમે મારા હૃદયમાં છો અને હું તમારા હૃદયમાં છું. સારા-નરસાતમામ સમયમાં આપણે સાથે રહ્યા છીએ. એકમેક પ્રત્યેના પ્રેમમાં અડગ રહ્યા છીએ. આવનારા અનેક વર્ષો સુધી તમારા ચાર્મથી સંમોહિત થવા હું ઉત્સુક છું.