વારંવાર દુષ્કર્મ ગુજારવાનાં કારણે સગીર કિશોરી ગર્ભવતી બની : પોલીસે યુવકની ધરપકડ કરી હતી
Anand તા.૧૩
આણંદનાં ઓડ ગામમાં હિન્દુ સગીર કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાની લવજેહાદની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા ખંભોળજ પોલીસે વિઘર્મી યુવક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધો છે. ઓડ ગામમાં રહેતા શહેબાજ અનવર મલેક નામનાં ૨૨ વર્ષનાં વિધર્મી યુવકએ ૧૬ વર્ષની સગીર વયની કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી,અને વિધર્મી શહેબાજ સગીર કિશોરીને જુદી જુદી જગ્યાએ લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ ગુજારી પોતાની હવસ સંતોષતો હતો, વારંવાર દુષ્કર્મ ગુજારવાનાં કારણે સગીર કિશોરી ગર્ભવતી બની હતી, જેથી નરાધમ શહેબાજએ કિશોરીને પ્રેગ્નેન્સી ચેક કરવા માટેની કીટ લાવી આપી હતી,અને ત્યારબાદ ગર્ભપાત માટેની દવા લાવી આપી હતી.
કિશોરી પોતાનાં ધરે ગર્ભપાત માટેની દવા લેતી હતી ત્યારે તેણીની માતાએ તેણીને દવા લેતા જોઈ તેની પુછપરછ કરતા ભાંડો ફુટયો હતો,અને સમગ્ર લવ જેહાદની ધટના સામે આવી હતી,જેથી વિધવા માતા કિશોરીને લઈને ખંભોળજ પોલીસ મથકે દોડી ગઈ હતી અને વિતકકથા જણાવી હતી, જેથી ખંભોળજ પોલીસે લવજેહાદી શહેબાજ અનવર મલેક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપતા પોલીસે નરાધમ વિધર્મી શહેબાજ મલેકને જેલનાં સળીયા પાછળ ધકેલી દીધો હતો. ઓડ ગામનાં વિધર્મી યુવક દ્વારા લવ જેહાદની ધટના સામે આવતા હિંદુ સંગઠનોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠયો હતો અને લવજેહાદ જેવી ધટનાઓનાં આરોપીઓને શખ્ત સજા થાય તેવો કાયદો બનાવવા માંગ કરી છે.

