Jamnagar તા. ૨૨
જામનગરમાં સાત રસ્તા સર્કલ વિસ્તારમાં વાહન ભાડાથી ચલાવવા બાબતે કેટલાક શખ્સો વચ્ચે હંગામો થયો હતો, અને આતંક મચાવી એક યુવાન પર સે હિચકારો હુમલો કરી દીધો હતો, જેથી તેને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી માં હોસ્પિટલમાં ખસેડાયો છે. હુમલા લીપા છે. ખજ યુવકની પોલીસ – ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે.જામનગર શહેર ના સાત રસ્તા સર્કલ નજીક અજાણ્યા ઈસમો દ્વારા ઈકો કાર ચાલક નિલેશ માવ નામના કરછી ભાનુશાળી યુવક પર ધોકા-પાઈપ વડે હીંચકારો હુમલો કરી – હૂમલાખોરો નાશી છૂટવામાં સફળથયા હતા
ત્યારબાદ ઈજાગ્રસ્ત નિલેશ માવ ને લોહીલુહાણ હાલતે સારવાર માં જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જયાં તેની સારવાર ચાલી રહી છે.જામનગર શહેર માં ૨ લુખ્ખાગીરી કરી જાહેરમાં આતંક મચાવવાના કિસ્સામાં પોલીસ તંત્રએક્શનમાં આવી ગયું હતું, અને આવા ગુનેગારોને પકડવા માટેની કવાયત હાથ ધરી હતી. ઉપરાંત ઈકો કાર ચાલકો સામે એક્શન લેવામાં આવ્યા હતા.જેના અનુસંધાને ગઈકાલે એકજ દિવસમાં ૪૦ થી વધુ ઇકો કાર ડિટેઈન કરી લઈ તેઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ઈકો ચાલક યુવાન પર હુમલો કરનાર શખ્સોને શોધી લઈ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.