Dubai,તા.16
એશિયા કપ 2025 ની 8મી મેચમાં શ્રીલંકાએ હોંગકોંગને 4 વિકેટથી હરાવ્યું. શ્રીલંકાએ હોંગકોંગ દ્વારા આપવામાં આવેલા 150 રનના ટાર્ગેટને 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. ટીમ માટે પથુમ નિસાન્કાએ 44 બોલમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી. છેલ્લી ઓવરોમાં વાનિંદુ હસરંગા માત્ર 9 બોલમાં 20 રન બનાવીને ટીમને જીત તરફ દોરી ગયો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા હોંગકોંગે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 149 રન બનાવ્યા હતા. ટીમ તરફથી નિઝાકત ખાને અણનમ 52 રન બનાવ્યા હતા, જ્યારે અંશુમાન રથે 48 રન બનાવ્યા હતા. બોલિંગમાં શ્રીલંકા તરફથી દુષ્મંત ચમીરાએ 29 રન આપીને 2 વિકેટ લીધી હતી.