New Zealand,તા.23
એરપોર્ટ કે રેલ્વે સ્ટેશને કયારેક ત્રાસવાદી દ્રશ્યો સર્જાતા હોય છે. પોતાના કોઈ નજીકના વ્યક્તિ વિદેશ કે લાંબો સમય માટે દુર જતા હોય તો તેમને વિદાય આપતા સમયે ભેટતા હોય અને ગળે લગાડતા હોય તેવા દ્રશ્યો સામાન્ય છે.
જેમાં અનેક વખત અતિરેકત પણ થતો હોય છે તે સમયે હવે ન્યુઝીલેન્ડમાં એરપોર્ટ પર ‘હગ-ટાઈમ’ પણ નિશ્ચિત કરવામાં આવ્યા છે. અહી તેમાં એરપોર્ટ લોન્જમાં વધુમાં વધુ 3 મિનિટ જ ભેટી શકાશે.
એટલે કે તેનાથી વધુ સમય જો તમારે ભેટવુ હોય- ગળે લગાડવા હોય- આવજો-આવજો કહેવું હોય અને કોઈ સલાહ સૂચન પણ આપવા હોય તો તે માટે પાર્કીંગમાં જવા જણાવાયુ છે.
એરપોર્ટના ડ્રોપ ઓફ એરીયામાં વારંવાર આ પ્રકારે ‘આવજો’ કહેવા આવતા લોકોની ભીડ જોવા મળે છે અને તેના કારણે મુસાફરોને આવાગમનમાં ખૂબજ તકલીફ પડતી હોય આ પ્રકારે સમય મર્યાદા નિશ્ચિત કરાઈ છે.
એરપોર્ટના સીઈઓ ડાન કે બોનોના જણાવ્યા મુજબ અમો કવીક-ફેરવેલનો આગ્રહ રાખીએ છીએ. જો કે એરપોર્ટની આ ટાઈમ લીમીટને અનેક લોકોએ અમાનવીય ગણાવી તો અન્યએ લખ્યું કે દેશને નાની-સેટ- (પ્રોફેશનલ પાલન) બનાવી દેવાયુ છે. કેટલો સમય ‘હગ’ કરવો તે જે તે બે કે વધુ વ્યક્તિના પરસ્પરના સંબંધો પર આધારીત છે.
તેમાં સમય મર્યાદા કઈ રીતે હોઈ શકે! હવે ત્રણ મીનીટનો ‘હગ’ ઓકે ગણાય તે અંગે ચર્ચા શરૂ થઈ છે. એરપોર્ટ સીઈઓની દલીલ છે કે ત્રણ મીનીટનો સમય લાગણી દર્શાવવા આવશે. કરેલા કે કોઈ કવીક સલાહ આપવા પુરતી છે.
અન્ય મુસાફરોની પણ ચિંતા થવી જોઈએ અને બાકી અમોએ પાર્કીંગમાં જગ્યા આપી જ છે!!!

