Philadelphia,તા.28
અમેરિકામાં એક ફલાઈટમાં અચાનક જ પેસેન્જર એરીયામાં બે કબુતર ઉડવા લાગતા જબરી અફડાતફડી ફેલાઈ ગઈ હતી અને મુસાફરોએ કબુતરને ઝડપવા પ્રયાસ કર્યા પરંતુ તે છટકી જતા હતા.
અંતે ફલાઈટને પરત એરપોર્ટ પર લાવવામાં આવી હતી અને વિમાનના લગેજ સ્ટાફે બાદમાં બન્ને કબુતરોને ઝડપીને બાદમાં પુરા વિમાનની ફરી ચકાસણી થઈ હતી અને સબ સલામતનો સંદેશ મળ્યા બાદ વિમાન રવાના થયુ હતું.
આથી ડેલ્ટાએરલાઈનની ફલાઈટ લગભગ 1 કલાક મોડી પડી હતી. આ ફલાઈટ વિસ્કોનસીન જઈ રહી હતી તે ફિલાડેલ્ફીયાના મિનેપોલીસના સેનપૌવ આંતરરાષ્ટ્રીય વિમાની મથકેથી રવાના થયુ હતું.
વિમાનમાં કબુતર દેખાતા પાઈલોટે તુર્તજ વાઈલ્ડ લાઈફ પરીસ્થિતિ જાહેર કરી પ્રારંભમાં વિમાનના સ્ટાફ તથા મુસાફરોએ કબુતરોને ઝડપવા પ્રયાસ કર્યા પણ તે શકય બન્યુ ન હતું તેથી ફલાઈટને પરત લઈ જવા નિર્ણય લેવાયો હતો. એક બાદ એક બે કબુતર દેખાયા હતા.

