ફુલ સ્પીડમાં દોડતી એક ટ્રકે મહિલાને કચડી નાખી હતી. આ પછી તે પુરુષ મદદ માટે વિનંતી કરતો હતો
Nagpur, તા.૧૧
હાઈવે પર દુર્ઘટનાનો ભોગ બનતા લોકો માટે મેડિકલ સહાય આપવાના તમામ વ્યવસ્થાઓ અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ નાગપુરથી જે તસ્વીર સામે આવી રહી છે, જે ખૂબ જ દુખદ છે. નાગપુરથી જબલપુર હાઈવે પર એક શખ્સની પત્નીને ટ્રકે ટક્કર મારતાં તેનું મૃત્યું થયું હતું. આ શખ્સે તબીબી સુવિધા મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા. તેમ છતાં તેને ન એમ્બ્યુલન્સ મળી કે ન તો તેને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ મદદ મળી. ત્યાંથી પસાર થતા લોકોએ પણ મદદ ન કરી. તેથી થાકીને અંતે, તેણે મહિલાના મૃતદેહને બાઇક પર બાંધી દીધીને ૮૦ કિ.મી દૂર લઈ ગયો. આ પુરુષની ઓળખ અમિત યાદવ તરીકે થઈ છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફુલ સ્પીડમાં દોડતી એક ટ્રકે મહિલાને કચડી નાખી હતી. આ પછી તે પુરુષ મદદ માટે વિનંતી કરતો હતો, પરંતુ ચારે બાજુથી નિરાશ મળી, તેથી તેણે પત્નીના મૃતદેહને બાઇક પર લઈને ચાલી નીકળ્યો હતો.
આ વીડિયો પોલીસે જ બનાવ્યો છે અને તેમણે જ બાઇક ઉભી રખાવી હતી. આ ઘટના રક્ષાબંધનના દિવસે એટલે કે ૯ ઓગસ્ટે બની હતી. અમિત યાદવ અને તેની પત્ની નાગપુરના લોનારાથી મધ્યપ્રદેશના કરણપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી. આ અકસ્માતમાં અમિતની પત્ની જ્ઞારસી નીચે પડી ગઈ હતી. તેમ છતાં ટ્રક ચાલકે બ્રેક ન મારી અને ટ્રક તેના પર ચડાવી દીધી.
એ પછી, ટ્રક ચાલક ટ્રક લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો. મહિલાના પતિએ ત્યાથી પસાર થતા લોકોને મદદ માટે વિનંતી કરી, પરંતુ કોઈ રોકાયું નહીં. ચારે બાજુથી લાચાર અમિતે તેની પત્નીના મૃતદેહને બાઇક પર બાંધી દીધો અને મધ્યપ્રદેશમાં તેના ગામ તરફ રવાના થઈ ગયો. દરમિયાન જ્યારે એક પોલીસ વાનને આખી ઘટના સમજાઈ, ત્યારે તેણે તેનો પીછો કરીને તેને રોક્યો. ત્યારબાદ પોલીસે મહિલાના મૃતદેહને નાગપુરમાં જ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને અકસ્માતમાં મૃત્યુનો કેસ નોંધ્યો હતો. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પરિવાર નાગપુરમાં રહે છે, પરંતુ મૂળ મધ્યપ્રદેશના સિઓનીનો છે.