હ્યુન્ડાઇ ટૂસોનને ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (BNCAP અથવા Bharat NCAP) તરફથી ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તેને BNCAP તરફથી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ પ્રોટેક્શન અને ચાઇલ્ડ સેફ્ટી કેટેગરીમાં 5-સ્ટાર સુરક્ષા રેટિંગ મળ્યું છે. ક્રેશ ટેસ્ટમાં, કારે એડલ્ટ પ્રોટેક્શન માટે 32 માંથી 30.84 પોઈન્ટ અને ચાઇલ્ડ સેફ્ટી માટે 49 માંથી 41 પોઈન્ટ મેળવ્યા છે.
ટૂસોનએ પાંચમું અને હ્યુન્ડાઈનું પહેલું વાહન છે જેનું BNCAP પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. અગાઉ ભારતીય એજન્સીમાં મહિન્દ્રા XUV 3XO, મહિન્દ્રા XUV 400EV મહિન્દ્રા થાર રોક્સ, સિટ્રોએન બેસાલ્ટ,ટાટા સફારી, ટાટા હેરિયર, ટાટા નેક્સોન અને ટાટા પંચનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. આ તમામ કારને ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.
હ્યુન્ડાઇ ટૂસોન: એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન ક્રેશ ટેસ્ટ ફ્રન્ટલ ઇમ્પેક્ટ – 64kmph ની ઝડપે હાથ ધરવામાં આવેલ ફ્રન્ટલ ઈમ્પેક્ટ ટેસ્ટમાં Hyundai Tucsonને 16 માંથી 14.84 પોઈન્ટ મળ્યા. જેમાં કો-ડ્રાઈવરના શરીરના તમામ અંગોની સુરક્ષા ‘સારી’ હોવાનું જણાવવામાં આવ્યું છે. ડ્રાઈવરનું માથું, ગરદન, પેલ્વિસ, જાંઘ અને ઘૂંટણની નીચેને ‘સારી’ સુરક્ષા પ્રાપ્ત થઈ છે, જ્યારે ડ્રાઈવરની છાતી અને અંગૂઠાની સુરક્ષાને ‘પર્યાપ્ત’ રેટિંગ આપવામાં આવ્યું છે.
સાઇડ ઇમ્પેક્ટ અને સાઇડ પોલ ટેસ્ટ – ટૂસોનનું સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટમાં 50kmph ની ઝડપે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેણે 16 માંથી 16 અંક મેળવ્યા હતા. આમાં, ડ્રાઇવરના શરીરના તમામ ભાગોને સાઇડ બેરિયર ટેસ્ટ અને સાઇડ પોલ ઇમ્પેક્ટ ટેસ્ટમાં સારી સુરક્ષા મળી. આ ત્રણ પરીક્ષણોના પરફોર્મન્સના આધારે, સિટ્રોએન બેસાલ્ટને એટલ્ટ પ્રોટેક્શન શ્રેણીમાં 32 માંથી 30.84 પોઈન્ટ અને 5 સ્ટાર સલામતી રેટિંગ આપવામાં આવ્યું હતું.
હ્યુન્ડાઇ ટૂસોન: ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન ક્રેશ ટેસ્ટ આ પરીક્ષણમાં, 18 મહિનાના અને 3 વર્ષના બાળકની ડમીને ચાઇલ્ડ રેસ્ટ્રેન્ટ સિસ્ટમની વિરુદ્ધ દિશામાં મૂકવામાં આવી હતી. ચાઈલ્ડ પેસેન્જર સેફ્ટીના સંદર્ભમાં, ટૂસોન કારને ડાયનેમિક ટેસ્ટમાં 24/24 પૂર્ણ પોઈન્ટ્સ મળ્યા છે. ડમીની સલામતી માટે, તેને ફ્રન્ટ પ્રોટેક્શન ટેસ્ટમાં 8 માંથી 8 પોઈન્ટ અને સાઈડ પ્રોટેક્શન ટેસ્ટમાં 4 માંથી 4 પોઈન્ટ મળ્યા છે. વ્હીકલ એસેસમેન્ટ ટેસ્ટમાં 13 માંથી 5 પોઈન્ટ મેળવ્યા. આ તમામ ક્રેશ ટેસ્ટના આધારે, ટૂસોનને ચાઇલ્ડ સેફ્ટી કેટેગરીમાં 49 માંથી 41 પોઈન્ટ મળ્યા, જેના પરિણામે આ શ્રેણીમાં 5 સ્ટાર ક્રેશ ટેસ્ટ રેટિંગ મળ્યું.
ક્રેશ ટેસ્ટ પ્રક્રિયા
1. પરીક્ષણ માટે, કારમાં 4 થી 5 માનવ જેવા ડમી બેસાડ્યા હતા. પાછળની સીટ પર ચાઈલ્ડ ડમી, જે ચાઈલ્ડ ISOFIX એન્કર સીટ પર ફિક્સ છે.2. વાહન અને ડમીને કેટલું નુકસાન થાય છે તે જોવા માટે એક નિશ્ચિત ગતિએ ઓફસેટ ડિફોર્મેબલ બેરિયર (હાર્ડ ઓબ્જેક્ટ) સાથે વાહન અથડાય છે. આ ત્રણ રીતે કરવામાં આવે છે.
- ફ્રન્ટલ ઈમ્પેક્ટ ટેસ્ટમાં કાર 64 કિમી પ્રતિ કલાકની ઝડપે બેરિયર સાથે અથડાય છે.
- સાઈડ ઈમ્પેક્ટ ટેસ્ટમાં વાહન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે બેરિયર સાથે અથડાય છે.
- પોલ સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટમાં કાર એક નિશ્ચિત સ્પીડ પર પોલ સાથે અથડાતી જોવા મળશે. જો કાર પ્રથમ બે ટેસ્ટમાં 3 સ્ટાર રેટિંગ હાંસલ કરે છે, તો ત્રીજો ટેસ્ટ હાથ ધરવામાં આવે છે.
2. ટેસ્ટમાં એ જોવામાં આવે છે કે અસર પછી ડમીને કેટલું નુકસાન થયું છે, એરબેગ્સ અને સેફ્ટી ફીચર્સ કામ કરે છે કે નહીં. આ બધાના આધારે રેટિંગ આપવામાં આવે છે.
હ્યુન્ડાઇ ટૂસોન: પ્રાઇઝ અને કંપેરીઝન હ્યુન્ડાઇ ટૂસોન SUVની કિંમત રૂ. 29.02 લાખથી રૂ. 35.94 લાખ (એક્સ-શોરૂમ નવી દિલ્હી) વચ્ચે છે. સેગમેન્ટમાં, તે જીપ કંપાસ, સિટ્રોન સી5 એરક્રોસ અને ફોક્સવેગન ટાઈગન સાથે સ્પર્ધા કરે છે.