Ahmedabad,તા.19
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં રખડતા ઢોરને લઈ આપેલી ચિમકી પછી મેમનગર, ઘાટલોડીયા સહિતના વિસ્તારમાંથી ગેરકાયદે ઢોરવાડા મ્યુનિ.દ્વારા તોડી પડાયા છે.મકરબા,સરખેજ અને નરોડા વિસ્તારમાં પાણી અને ડ્રેનેજના જોડાણ કાપવામાં આવ્યા છે.
શહેરના વિવિધ રોડ ઉપર રખડતા ઢોરને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ તંત્ર તરફથી ઢોર નિયંત્રણ પોલીસી અમલમાં મુકાઈ છે. પોલીસી અમલમાં મુકાયા પછી પણ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર હાલમાં પણ રખડતા ઢોર જોવા મળી રહયા છે. આ બાબતને ગંભીરતાથી લઈ મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથેની બેઠકમાં સી.એન.સી.ડી.વિભાગના અધિકારીને ચિમકી આપવી પડી હતી.વિભાગે ગુરુવારે ગોતા વોર્ડમાંથી નવ ગેરકાયદે ઢોરવાડા તોડયા હતા.શુક્રવારે ઘાટલોડીયા વોર્ડમાં એસ.આર.પી.બંદોબસ્ત સાથે ૧૧ ઢોરવાડા દુર કર્યા હતા. ઓઢવમાં એક ડ્રેનેજ કનેકશન કપાયુ હતુ.મકરબા,સરખેજમાં પાણી,ડ્રેનેજના ત્રણ, નરોડા,કૃષ્ણનગરમાં પાણી અને ડ્રેનેજના ૨૨ કનેકશન તંત્રે કાપ્યા હતા. વિવિધ વિસ્તારમાં રખડતા ૨૧ ઢોર સી.એન.સી.ડી.વિભાગ દ્વારા પકડવામાં આવ્યા હતા.