Surendranagar,તા.13
સુરેન્દ્રનગર જીલ્લામાંથી મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા અલગ-અલગ હાઈવે તેમજ ભોગાવો નદીમાં ચેકીંગ હાથધધર્યં હતું જે દરમ્યાન છેલ્લા ૪૮ કલાકમાં અંદાજે ૪ કરોડથી વધુની ગેરકાયદેસર ખનીજચોરી અને વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુુજબ વઢવાણ પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા વઢવાણ તેમજ લખતર હાઈવે પર ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા વાહનો અંગે ચેકીંગ હાથરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ડમ્પર ઓવરલોડ બ્લેકટ્રેપ ભરેલ ઝડપી પાડયા હતા અને કુલ રૃા.૧.૨૫ કરોડનો મુદ્દામાલ વઢવાણ મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજે દિવસે પણ વઢવાણ પ્રાંત અધિકારી તેમજ ઈન્ચાર્જ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા બાતમીના આધારે વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામની સીમમાંથી પસાર થતી ભોગાવો નદીમાં ચેકીંગ હાથધર્યું હતું જે દરમ્યાન નદીમાં ગેકાયદેસર રેતીનું ખનન અને વહન ઝડપી પાડયું હતું અને ખનીજના સ્ટોકધારકો પાસેથી સ્ટોક રજીસ્ટરોની તપાસ કરતા ભોગાવો નદીમાંથી ત્રણ ટ્રકો ઓવરલોડ તેમજ પાસ પરમીટ વગર અંદાજે ૭૦૦ ટન ગેરકાયદેસર સ્ટોક કરેલ રેતી સહિત કુલ રૃ.૨.૭૫ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જીલ્લા ખાણ ખનીજ કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. આ બે દિવસમાં વઢવાણ પ્રાંત અધિકાી નીકુંજ ધુુડા અને ટીમ દ્વારા અંદાજે રૃા.૪ કરોડની ખનીજચોરી ઝપડી પાડતા ભુમાફીયાઓમાં ફફડાટ ફલાઈ જવા પામ્યો છે.