આમિર ખાનનો ભાણિયો Imran Khan એ ભારતીય નાગરિક નથી : ઈમરાન ખાન યુએસએની નાગરિકતા ધરાવે છે
New Delhi, તા.૧૫
કોકરોચ જનતા પાર્ટી તથા કોંગ્રેસ સહિતના અનેક વિપક્ષી દળો ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે મોટાપાયે દેખાવો કરી રહ્યા છે અને આ દેખાવોમાં બોલીવુડ હસ્તીઓ પણ જોવા મળી રહી હતી. પરંતુ હવે આમિર ખાનના ભાણિયા અને અભિનેતા ઈમરાન ખાનને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવો ભારે પડી રહ્યું છે. એટલે સુધી કે ભારત છોડવાની નોબત આવી ગઈ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને જીૈંઇ સામે મુંબઈના ક્રાંતિ મેદાનમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં બોલીવુડ અભિનેતા ઈમરાન ખાને પણ ભાગ લીધો હતો અને હવે ત્યારબાદ મુંબઈ પોલીસે ઈમરાન ખાન વિરુદ્ધ નોટિસ બહાર પાડી છે અને અભિનેતાને ૨૮ ઓક્ટોબર સુધીમાં મુંબઈ છોડી દેવા જણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે આમિર ખાનનો ભાણિયો Imran Khan એ ભારતીય નાગરિક નથી. ઈમરાન ખાન યુએસએની નાગરિકતા ધરાવે છે. આવામાં અભિનેતા પર ઈમિગ્રેશન એક્ટ સંબંધિત કલમો હેઠળ ભારતીય નાગરિક ન હોવા છતાં ભારતમાં આ રીતે વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાના આરોપસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અભિનેતાએ આ પોલીસે ફટકારેલી આ નોટિસ રિસિવ કરી હોવાના પણ મીડિયા રિપોર્ટ છે.
ઈમરાન ખાન મુંબઈમાં આયોજિત સીજેપી પ્રોટેસ્ટમાં જોડાયો હતો અને ત્યારબાદ તેની મુશ્કેલીઓ વધી રહી હતી. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ નારાજગી વ્યક્ત કરતા ઈમિગ્રેશન અધિકારીઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને તેના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવાની માંગણી કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે ઓસીઆઈ કાર્ડ ધારક છે અને અમેરિકી નાગરિક છે છતાં તેઓ ભારતમાં વિરોધ પ્રદર્શનમાં કઈ રીતે સામેલ થઈ શકે? પોલીસને કડક કાર્યવાહી હાથ ધરીને તપાસ કરવા અપીલ કરી હતી અને હવે અભિનેતાને મુંબઈ પોલીસે નોટિસ ફટકારીને વિદેશી હોવા છતાં ભારતમાં પ્રોટેસ્ટમાં ભાગ લેવા મામલે દેશ છોડવા જણાવ્યું છે.

