New Delhi તા.9
ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો અને અનેક સેલિબ્રિટીઓએ ટીમને અભિનંદન પાઠવ્યા. બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન એ પણ અનોખા અંદાજમાં ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા.
અમિતાભ બચ્ચન એ સોશિયલ મીડિયામાં લખ્યું, “T 5679 – મેં કહ્યું હતું કે, હું મેચ નહીં જોઉં તો ભારત જીતી જશે અને એવું જ થયું.તેમની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે રમૂજી ચર્ચા શરૂ થઈ. કેટલાક યુઝર્સે મજાકમાં લખ્યું કે જો તેઓ મેચ નહીં જુએ તો ભારત હંમેશા જીતશે.
એકે કહ્યું, ‘હાહા, તે હજુ પણ માને છે કે તે ક્રિકેટ માટે અભિશાપ છે.’ બીજાએ કહ્યું – આનો અર્થ એ છે કે અમે તમારા કારણે 2023નો વર્લ્ડ કપ હારી ગયા. જ્યારે બીજા કોઈએ તેનું સમર્થન કર્યું અને લખ્યું, ‘મેં પણ એવું જ કર્યું, મેં છેલ્લી કેટલીક ઓવરો સુધી મેચ જોઈ નહીં જેથી ટીમ ઈન્ડિયા જીતી જાય.’
કોઈએ પૂછ્યું – શું તમે અભિશાપ છો? બીજા વ્યક્તિએ લખ્યું, ‘મેં પણ આ જ કારણોસર મેચ જોઈ ન હતી, પરંતુ આજે મેં જોયું કે અમે જીતી ગયા.’ બીજા યુઝરે કહ્યું, ‘હું તમને વિનંતી કં છું કે તે ન જુઓ.’ બીજા યુઝરે લખ્યું, ‘હવે તમને ખબર પડી ગઈ છે કે તે અભિશાપ છે, હવે મતદાન પણ ન કરો, દેશ બચી જશે.’

