Mumbai,તા.22
જ્યારે આઇપીએલ ૨૦૨૬ મીની હરાજી હજુ ઘણી દૂર છે, ત્યારે મોહમ્મદ કૈફે મીની હરાજી પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સંભવિત ટીમની રૂપરેખા આપી દીધી છે. ૪૪ વર્ષીય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર માને છે કે આરસીબી આગામી હરાજીમાં ભારતીય ફિનિશરને ટાર્ગેટ કરશે. ફ્રેન્ચાઇઝીએ ગયા વર્ષે ટીમને ચેમ્પિયન બનાવનારા તેના ૧૭ સ્ટાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે.આઇપીએલ ૨૦૨૫ માં, બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલમાં પંજાબ કિંગ્સને ૬ રને હરાવીને પહેલીવાર ટ્રોફી જીતી હતી.
જ્યારે પૂછવામાં આવ્યું કે આગામી હરાજીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબી કયા ખેલાડીઓને ટાર્ગેટ કરી શકે છે, ત્યારે કૈફે કહ્યું કે મહિપાલ લોમરોર જેવા ખેલાડીઓ તેમના રડાર પર હોઈ શકે છે. પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા, મોહમ્મદ કૈફે કહ્યું, “તેઓ વિદેશી બોલરો પસંદ કરશે, પરંતુ ભારતીય બોલરો પણ પુષ્કળ હશે. તેઓ મહિપાલ લોમરોર જેવા ભારતીય ફિનિશરની પણ શોધ કરી શકે છે. આરસીબીએ એક પરંપરા બનાવી છે જ્યાં કોઈપણ ખેલાડી આવી શકે છે અને સારું પ્રદર્શન કરી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે દેવદત્ત પડિકલ બીજી ટીમ માટે રમી રહ્યા હતા, ત્યારે બોલ તેમના બેટ પર આવતો ન હતો. પરંતુ આરસીબીનું વાતાવરણ એવું છે કે તેમણે બંને હાથે તક ઝડપી લીધી.”
તેમણે વધુમાં કહ્યું, “ટિમ ડેવિડે પણ શાનદાર પ્રદર્શન કર્યું. રોમારિયો શેફર્ડ પણ સારા ફોર્મમાં દેખાતા હતા. શેફર્ડે અંતિમ મેચમાં યોગદાન આપ્યું.” તેમણે રન બનાવ્યા અને વિકેટ લીધી. આરસીબી પાસે પહેલા સારા ખેલાડીઓ હતા, પરંતુ ટીમ કલ્ચર બદલાઈ ગયું છે. કેપ્ટન તરીકે પાટીદારની હાજરીથી ફરક પડ્યો છે. વધુમાં, કોચિંગ સ્ટાફમાં પણ ફેરફારો થયા છે.

