Washington, તા. 4
અમદાવાદની વિમાની દુર્ઘટના બાદ વિમાની પ્રવાસો અંગે સતત સાવધાની રાખવામાં આવી છે તે સમયે જ અમેરિકામાં ફિલાડેલ્ફીયાથી મીયામી જતી ફલાઇટમાં એક અન્ય મુસાફર પર હુમલો કરવા બદલ ભારતીય મુળના એક 21 વર્ષના મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.
તા.30 જુનના રોજ ફ્રન્ટીઅર એરલાઇનની ફલાઇટમાં આ ઘટના બની હતી. જેમાં ભારતીય મુળના મુસાફરો ઇશાન શર્મા અને એક અન્ય મુસાફર કે.ઇવન્સ બંને ઉડતા પ્લેનમાં જ ઝઘડી પડયા હતા અને પહેલા જબરી દલીલો કર્યા બાદ એકબીજાના ગળા પકડી લીધા હતા.
વિમાની મુસાફરોએ આ પ્રકારની મીડએર ફાઇટ અટકાવવા પ્રયત્ન કર્યો હતો બંને ઝઘડતા રહ્યા હતા અને બાદમાં કેબીન ક્રુએ બળજબરીપૂર્વક તેઓને છુટા પાડયા હતા અને પોલીસ સમક્ષ થયેલી ફરિયાદમાં મુળ ભારતીય ઇશાન શર્મા આ ઝઘડાનું કારણ બહાર આવ્યું હતું.
બંને વચ્ચે નજીકની સીટમાં બેસવા માટે વિવાદ થયો હતો અને ત્યારબાદ ઝઘડો એટલો આગળ વધી ગયો કે વિમાનમાં અન્ય મુસાફરો પણ ગભરાઇ ગયા હતા બાદમાં એક પાયલોટે આવીને પરિસ્થિતિ સંભાળી હતી.
ઇશાન શર્માની ધરપકડ કરવામાં આવી છે અને આ પ્રકારી મીડએર ઝઘડાથી અન્ય મુસાફરોના જીવન પર જોખમ હોવાનો કેસ દાખલ કરાયો છે.