રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૧.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૫૮૦ સામે ૭૭૮૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૯૬૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૯૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૩૩૯ પોઈન્ટ બંધ થયેલ...!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૦૧ સામે ૨૩૫૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૩૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૨૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૫૧૩ પોઈન્ટ બંધ થયેલ...!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજારમાં એફઆઈઆઈની વેચવાલી અને વૈશ્વિક પડકારો વચ્ચે મંદીનું જોર યથાવત છે.આજે સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ખૂલ્યા બાદ સતત તૂટ્યા છે. આઈટી શેર્સમાં પણ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.નબળા ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે આજે સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ ૯૦૦થી વધુ પોઈન્ટ તૂટી ૭૭,૦૦૦નું લેવલ પણ ગુમાવ્યું હતું.નિફ્ટી પણ ૨૩૪૦૦ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી ૨૦૦ પોઈન્ટ ઘટાળો.
શેરબજારમાં સતત મંદીનું જોર વધી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી તેની રેકોર્ડ ટોચથી ૧૦%થી વધુ તૂટ્યા છે. જ્યારે રોકાણકારોએ પણ રૂ.૫૦ લાખ કરોડથી વધુ મૂડી ગુમાવી છે. શેરબજારમાં મોટા કડાકા પાછળનું કારણ એફપીઆઈ અને એફઆઈઆઈ દ્વારા થઈ રહેલી વેચવાલી છે. સેન્સેક્સ ૨૪૧ પોઈન્ટના ઘટાળા સાથે ૭૭૩૩૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૭ પોઈન્ટના ઘટાળા સાથે ૨૩૫૧૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૪૦૮ પોઈન્ટના સ્તરે બંધ થયો.
અમેરિકામાં ટ્રમ્પને બહુમતી મળવાની સાથે ડૉલર ઇન્ડેક્સમાં આવેલી તેજીના પગલે આઇટી અને ટૅક્નોલૉજી શેર્સમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, ફેડ રિઝર્વ જેરોમ પોવેલે વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓ નકારતા આઇટી અને ટૅક્નોલૉજી શેર્સમાં રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. આજે બીએસઈ ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી ઇન્ડેક્સ ૩%તૂટી ૪૦૮૬૧ની બોટમે પહોંચ્યો હતો.જો કે, આજે મેટલ અને રિયાલ્ટી શેર્સમાં નીચા મથાળે ખરીદી જોવા મળી છે. પરિણામે મેટલ અને રિયાલ્ટી ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. ઓટો શેર્સમાં પણ નજીવો સુધારો જોવા મળ્યો છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,લ્યુપીન,ડીવીસ લેબ,લાર્સેન,કોટક મહિન્દ્રા બેન્ક,ટોરેન્ટ ફાર્મા,ટાટા કેમિકલ્સ,અદાણી પોર્ટસ,એયુ બેન્ક જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં મહાનગર ગેસ ૧૪%,ગુજરાત ગેસ૭%,ટીસીએસ ૩%,ગ્લેનમાર્ક ફાર્મા ૩%,ઈન્ફોસીસ ૩%ઘટાળા સાથે,અદાણી એન્ટર.,ગ્રાસીમ,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,હવેલ્લ્સ,રિલાયન્સ,ટેક મહિન્દ્રા,ડીએલએફ,ભારતી ઐરટેલ,સિપ્લા એક્સીસ બેન્ક,બાટા ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૮૩ અને વધનારની સંખ્યા ૧૬૧૪ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૪૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે. અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટીમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા.ટ્રમ્પની ચાઈના વિરોધી નીતિ અને ખાતાકીય ફાળવણીમાં કટ્ટરતા જોવા મળતાં ફરી એડવાન્ટેજ ઈન્ડિયા બનવાના વિદેશી બ્રોકિંગ હાઉસોએ સંકેત આપી પરિસ્થિતિને કાબૂ બહાર જતી અટકાવી છે.
ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે. કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે ૨૩ તથા ૨૪ ડિસેમ્બરે યોજાનાર છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું.જીએસટી પરના પ્રધાનોના જૂથે આરોગ્ય તથા જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપવા ભલામણ કરી છે. જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટી દરમાં સૂચિત રાહતથી સરકારને આવકમાં રૂ.૨૦૦ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, જે અન્ય ચીજવસ્તુ પરના દર વધારી ભરપાઈ કરવા દરખાસ્ત હોવાનું જણાવ્યું હતું.
તા.૧૯.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૮.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૫૧૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૪૭૪ પોઈન્ટ થી ૨૩૪૦૪ પોઈન્ટ,૨૩૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૮.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૪૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૫૦૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૪૭૪ પોઈન્ટ થી ૫૦૫૭૦ પોઈન્ટ,૫૦૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસીસી લીમીટેડ ( ૨૧૯૪ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૦૮ થી રૂ.૨૨૧૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સન ફાર્મા ( ૧૭૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૬૭ થી રૂ.૧૭૭૭ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- વોલ્ટાસ લીમીટેડ ( ૧૬૭૩ ):- રૂ.૧૬૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૬૨૬ બીજા સપોર્ટથી હોઉસહોલ્ડ અપ્લાયન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૮૮ થી રૂ.૧૭૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૬૩ ) :- હોઉસહોલ્ડ અપ્લાયન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૧૨૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૯૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઓબેરોઈ રીયાલીટી ( ૧૯૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ એન્ડ કોમર્સિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૯૦ થી રૂ.૧૮૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૮૩૬ ):- રૂ.૧૮૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૧૫ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- એચડીએફસી બેન્ક ( ૧૭૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૮૮ થી રૂ.૧૬૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૬૨૧ ) :- રૂ.૧૬૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.