Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian Stock Market માં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત્‌…!!!
    વ્યાપાર

    Indian Stock Market માં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત્‌…!!!

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2024No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    શેરબજારમાં આ સપ્તાહે વેચવાલીનું પ્રેશર વધુ જોવા મળતાં સળંગ પાંચમા દિવસે કડાકો નોંધાયો હતો.સેન્સેક્સે ઘટાડા સાથે ૮૧૦૦૦નું લેવલ અને નિફ્ટી ફ્યુચરે ૨૫૦૦૦ લેવલ પણ ગુમાવ્યું છે. રોકાણકારોએ સળંગ પાંચ દિવસના કરેક્શનમાં રૂ.૬.૯૯ લાખ કરોડની મૂડી ગુમાવી છે.

    ચાઈનામાં અર્થતંત્રને ઉગારવા માટે મેગા સ્ટીમ્યુલસ પેકેજની માંગ વચ્ચે સરકારે આપેલા આશ્વાસનથી ઉદ્યોગો, બજારો સંતુષ્ટ નહીં હોવાના સંકેતે એશિયાના બજારોમાં ધોવાણ સાથે ઓપેક દ્વારા વૈશ્વિક ક્રુડ ઓઈલના વર્ષ ૨૦૨૪માં માંગનો અંદાજ ઘટાડીને મૂકાતાં અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના ઓઈલ ભંડારો પર હુમલો નહીં કરવાના અહેવાલની પોઝિટીવ અસરે ક્રુડના ભાવ તૂટતાં અને ઘર આંગણે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના મેગા આઈપીઓને લઈ લિક્વિડિટી મર્યાદિત બનતાં સેન્સેક્સ,નિફટી બેઝડ સતત બીજા દિવસે નરમાઈ રહી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત વેચવાલી  સામે લોકલ ફંડોની અવિરત ખરીદી છતાં ઈન્ડેક્સ બેઝડ ફોરેન ફંડોએ આજે તેજીનો વેપાર હળવો કરી પ્રોફિટ બુકિંગ કર્યું હતું.

    ભારતની બીજી સૌથી મોટી પેસેન્જર કાર મેન્યુફેકચરર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ઐતિહાસિક રૂ.૨૭,૮૭૦ કરોડના આઈપીઓને ભરણાંના અંતિમ દિવસે એક કલાકમાં જ બમણો ૧૦૦% થી વધુ પ્રતિસાદ મળી ભરણું ૨.૩૭ ગણું છલકાઈ જતાં સેકન્ડરી માર્કેટમાંથી લિક્વિડિટી ખેંચાઈ જતાં અને બીજી તરફ ચાઈનામાં વધુ સ્ટીમ્યુલસની અનિશ્ચિતતાએ એશિયાના બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહેતાં અને કોર્પોરેટ પરિણામોની અસરે સેન્સેક્સ, નિફટી બેઝડ સતત ધોવાણ થયું હતું.ખાસ હ્યુન્ડાઈના આઈપીઓમાં એલોકેશન માટે ફંડોએ ઓટો શેરો બજાજ ઓટો સહિતમાં મોટું ઓફલોડિંગ કર્યાની ચર્ચા વચ્ચે ઓટો શેરોમાં ગાબડાં પડયા હતા.હ્યુન્ડાઈના આઈપીઓમાં નાણા ખેંચાઈ જતાં અને આ આઈપીઓ માટે ફંડોએ જોગવાઈ કરવા અન્ય ઓટો શેરોમાં ઓફલોડિંગ કરતાં કડાકો બોલાઈ  ગયો હતો.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    હવામાનની સ્થિતિ અને હાઇ બેઇઝ ઇફેક્ટના કારણે સપ્ટેમ્બર, ૨૦૨૪માં રીટેલ ફુગાવો વધીને ૫.૪૯ ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ,૨૦૨૪માં રીટેલ ફુગાવો ૩.૬૫% હતો. સપ્ટેમ્બર, ૨૦૨૪માં રીટેલ ગ્રામીણ ફુગાવો ૫.૮૭% અને શહેરી રીટેલ ફુગાવો ૫.૦૫% રહ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર કન્ઝયુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (સીએફપીઆઇ) વાર્ષિક ધોરણે ૯.૨૪% રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો ૯.૦૮% જ્યારે શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો ૯.૫૬% રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇને રીટેલ ફુગાવો બે ટકાની વધ-ઘટ સાથે ચાર ટકા રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. રિઝર્વ બેંકે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગયા સપ્તાહમાં નાણાકીય નીતિની સમીક્ષા પ્રમુખ વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૧.૮૪% થઇ ગયો છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઓગસ્ટમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો ૧.૩૧% હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો માઇનસ ૦.૦૭% હતો.સપ્ટેમ્બર, ૨૦૨૪માં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ૧૧.૫૩% રહ્યો છે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી,એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી,ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, તેમજ ૧૭ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૬૮૯૬૧.૩૭ કરોડની ખરીદી  કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, તેમજ ૧૭ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૭૪૭૩૨.૨૦ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, દેશની ઈક્વિટી બજારમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો વર્તમાન વર્ષનો રોકાણ આંક કેશમાં રૂપિયા ચાર લાખ કરોડને વટાવી ગયો છે. કોઈ એક કેલેન્ડર વર્ષમાં  ડીઆઈઆઈના ઈન્વેસ્ટમેન્ટનો આ આંક અત્યારસુધીનો સૌથી ઊંચો છે.આની સામે વિદેશી રોકાણકારોની કેશમાં રૂપિયા ૨,૦૧,૫૪૬  કરોડની નેટ વેચવાલી રહી છે.૨૦૨૪ને સમાપ્ત થવાને હજુ બે મહિના બાકી છે ત્યારે ઈક્વિટીસમાં ડીઆઈઆઈનો રોકાણ આંક હજુ પણ ઊંચો જોવા મળશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) એક તરફ જંગી વેચાણ કરી રહ્યા છે જ્યારે ડીઆઈઆઈની સતત લેવાલીથી દેશના ઈક્વિટી બજારને ટેકો મળી રહ્યો છે.ઓકટોબરમાં સતત પંદરમાં મહિને નેટ ઈન્ફલોસ જોવા મળી રહ્યો છે.મ્યુચ્યુઅલ ફન્ડોમાં રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારાને પરિણામે ડીઆઈઆઈની ઈક્વિટીસમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે.ડીઆઈઆઈની સક્રિયતાને કારણે ભારતીય શેરબજારો વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી વચ્ચે પણ સ્થિર જોવા મળી રહ્યા છે. વર્તમાન વર્ષમાં સેન્સેકસમાં ૧૩% જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૫% વળતર જોવા મળી રહ્યું છે.આગામી દિવસોમાં લાર્જકેપ્સની સાથોસાથ સ્મોલ તથા મિડકેપ્સમાં પણ આકર્ષણ જોવા મળી શકેછે.

    અર્થતંત્રને બેઠું કરવા ચીન દ્વારા જાહેર કરાઈ રહેલા સ્ટીમ્યુલ્સને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડ મેનેજરો ભારતના ભોગે ચીનમાં પોતાની ફાળવણી વધારી રહ્યા હોવાથી ભારતીય બજારમાંથી તેમના દ્વારા ઈન્ફલોસ જોવાઈ રહ્યો છે, વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી અંદાજે આઠ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચી લીધું છે.ઓગસ્ટમાં મોટી સંખ્યાના ફન્ડ મેનેજરો ભારત બાબતે ઓવરવેઈટ હતા પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. બોફા દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ભાગ લેનારાઓએ આ વખતની સ્થિતિ અલગ હોવાનું જણાવ્યું હતું અને તેમણે અન્યત્ર તકો શોધવાનું માંડી વાળી ફરી ચીનમાં જઈ રહ્યાના સંકેત આપ્યા હતા. ચીન તરફ તેમની ફરીથી ફાળવણી ભારતીય ઈક્વિટીસના ભોગે થઈ રહી હોવાનું પણ સર્વેમાં જણાયું છે.

    મુખ્ય ઉભરતા બજારોમાં, ભારત આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે અને ૨૦૩૦ સુધીમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે,એસ એન્ડ પી ગ્લોબલના એક અહેવાલ મુજબ, ઉભરતા બજારો આગામી દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે,જે ૨૦૩૫ સુધીમાં સરેરાશ ૪.૦૬% જીડીપી વૃદ્ધિ કરશે,જેની સરખામણીમાં અદ્યતન અર્થતંત્રો માટે ૧.૫૯% છે.૨૦૩૫ સુધીમાં, ઊભરતાં બજારો વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં લગભગ ૬૫% યોગદાન આપશે.આ વૃદ્ધિ મુખ્યત્વે ચીન, ભારત, વિયેતનામ અને ફિલિપાઈન્સ સહિત એશિયા-પેસિફિકમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓ દ્વારા ચલાવવામાં આવશે. ૨૦૪૭માં ’વિકસીત ભારત’માં સ્થપાયેલ ભારતનું લક્ષ્ય ૨૦૪૭ સુધીમાં વર્તમાન ૩.૬ ટ્રિલિયનથી ૩૦ ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાનું છે. ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલે તેમના સાથીદારોની તુલનામાં સુધારા કર્યા છે અને આગામી દાયકામાં તેઓને આગળ વધવાની વેગ છે.

    વૈશ્વિક પ્રવાહો,જીઓપોલિટીકલ ટેન્શન અને કંપનીઓના કોર્પોરેટ પરિણામો તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.

    બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧)ACC  સિમેન્ટ (૨૨૮૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૨૨૩૦ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક રૂા.૨૩૦૮ થી રૂા.૨૩૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર)સિપ્લા લિમિટેડ (૧૫૫૭) : આ સ્ટોક રૂા.૧૫૩૦ નો પ્રથમ અને રૂા.૧૫૧૭ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૫૮૪ થી રૂા.૧૬૦૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!

    (૩)ઓરબિન્દો ફાર્મા (૧૪૭૮) :  ૫૫૦ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૪૪૪ નો પ્રથમ તેમજ રૂા.૧૪૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! ફાર્મા સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૧૪૯૪ થી રૂા.૧૫૦૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)ગોદરેજ પ્રોપર્ટી (૩૧૩૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૧૮૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૩૨૦૨ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૩૦૮૮ થી રૂા.૩૦૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૨૩૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ)ટીવીએસ મોટર (૨૭૩૧) : રૂા.૨૭૮૦ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૨૭૯૩ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૨૬૯૬ થી રૂા.૨૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬)કોટક મહિન્દ્ર બેન્ક (૧૮૭૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૮૯૧ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૮૬૦ થી રૂા.૧૮૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૯૨૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)જય કોર્પ લિ. (૩૪૭) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૧૮ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૬૪ થી રૂા.૩૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨)રેલીઝ ઇન્ડિયા (૩૩૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૨૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૬૩ થી રૂા.૩૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)સીએસબી બેન્ક (૨૯૭) : રૂા.૨૮૮ નો પ્રથમ તેમજ રૂા.૨૮૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૧૮ થી રૂા.૩૩૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪)ઇપીએલ લિમિેટેડ (૨૪૪) : પેકેજિંગ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૬૩ થી રૂા.૨૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫)શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (૨૨૪) : રૂા.૨૦૮ નો પ્રથમ તેમજ રૂા.૧૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી શિપિંગ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૪૮ થી રૂા.૨૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬)ઇરકોન ઇન્ટરનેશનલ (૨૦૨) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૩૩ થી રૂા.૨૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭)ઈન્ડિયન એનર્જી એકસચેન્જ (૧૮૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૬૭ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૯૪ થી રૂા.૨૦૨ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮)રાષ્ટ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (૧૬૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ ફર્ટિલાઇઝર્સ સેકટરનો આ સ્ટોક રૂા.૧૫૩ આસપાસ રોકાણકારે રૂા.૧૭૯ થી રૂા.૧૯૪ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૪૭ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧)એકમે ફિનટ્રેડ (૯૩) : નોન બેકિંગ ફાયનાન્સિયલ કંપની સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૦૮ થી રૂા.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૮ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

    (૨)જીએફએલ લિમિટેડ (૯૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  હોિ૯ડંગ કંપની સેકટરના આ સ્ટોકને રૂા.૮૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૮ થી રૂા.૧૦૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩)આઇડીબીઆઇ બેન્ક (૭૫) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૭૦ નો પ્રથમ તેમજ રૂા.૬૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૪ થી રૂા.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)લોયડ્‌સ એન્જીનિયરીંગ (૭૩) : રૂા. ૬૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૮૪ થી રૂા.૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    ભારતીય ટેક સેક્ટરમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં ૬૩.૫ કરોડ ડોલરના સોદા થયા…!!

    ભારતીય ટેક સેક્ટરમાં જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ના સમયગાળામાં ૬૩.૫ કરોડ ડોલરના સોદા થયા છે. વાર્ષિક ધોરણે મૂલ્યમાં ૩૧%નો વધારો નોંધાયો છે. ટેક સેક્ટરની કન્સલ્ટન્સી ફર્મ, ગ્રાન્ટ થોર્ટને ભારતની ત્રીજા કવાર્ટરના ડીલટ્રેકર રિપોર્ટમાં જણાવાયું કે આ ક્વાર્ટરમાં ૨૦૨૩ના બીજા કવાર્ટર બાદ સૌથી વધુ સોદા થયા છે પરંતુ ૨૦૨૪નું સૌથી ખરાબ કવાર્ટર છે. આ આંકડો એક્વિઝિશનને બદલે વધુ સ્ટ્રેટજીક રોકાણોની નીતિને પ્રતિબિંબિત કરે છે. ગ્રાન્ટ થોર્ટનના રિપોર્ટ અનુસાર યુએસ ફેડ દ્વારા તાજેતરના વ્યાજ દરમાં ઘટાડો, ભારતની ચૂંટણી પછીની સ્થિરતા સાથે નોંધપાત્ર મૂલ્ય અને વોલ્યુમ વૃદ્ધિ સાથે આઈટી ડીલ લેન્ડસ્કેપમાં નવી ગતિ આવી રહી છે. ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૬૩.૫ કરોડ ડોલરના ૭૯ સોદા થયા હતા,જે વોલ્યુમમાં ૫%નો અને વેલ્યુમાં ૩૧% નો વધારો દર્શાવે છે. આ ૭૯ સોદામાંથી ૧૨ની વેલ્યુ ૨ કરોડ ડોલરથી વધુ હતી. વોલ્યુમ્સમાં વાર્ષિક ધોરણે ૫૩%નો વધારો થયો છે,પરંતુ મૂલ્યોમાં ૮૯% નો ઘટાડો થયો છે,જે મોટા-ટિકિટ સોદાઓની ગેરહાજરી દર્શાવે છે.

    મર્જર અને એક્વિઝિશન પ્રવૃત્તિમાં ૨૦૨૪ના પ્રથમ કવાર્ટરના નોંધપાત્ર ઘટાડા પછી ફરી વધી છે અને ૨૦૨૪ના ત્રીજા કવાર્ટરમાં ક્રમિક રીતે ૪૪% વધીને ૨૬ સોદા થયા છે. મર્જર અને એક્વિઝિશનમાં ડીલ વેલ્યુ ૨૦૫% વધીને ૧૧.૬ કરોડ ડોલર થઈ છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે લગભગ ૬૫% ટ્રાન્ઝેકશનમાં સોદાના મૂલ્યો જાહેર કર્યા નથી,જે એકંદરે સોદાના મૂલ્યાંકનમાં ઘટાડા માટે પણ ફાળો આપે છે. આ સિવાય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ફંડિંગની પ્રવૃત્તિમાં વાર્ષિક સોદાની સંખ્યા અને ભંડોળના મૂલ્યોમાં અનુક્રમે ૬૨% અને ૪૦% નો વધારો થયો છે.

    વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી અંદાજે ૮ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યું…..!!

    મંદ પડેલા આર્થિક વિકાસને ગતિ આપવાના પ્રયાસમાં સરકાર ઋણ સાધનો જારી કરવામાં નોંધપાત્ર વધારો કરશે એમ ચીનની સરકારે ગયા સપ્તાહમાં જાહેર કર્યું હતું,

    આ અગાઉ સપ્ટેમ્બરમાં નાણાંકીય ટેકાની પણ જાહેરાત કરાઈ હતી જે કોરોના બાદ સૌથી મોટા નાણાંકીય પગલાં હતા. અર્થતંત્રને બેઠું કરવા ચીન દ્વારા જાહેર કરાઈ રહેલા સ્ટીમ્યુલ્સને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડ મેનેજરો ભારતના ભોગે ચીનમાં પોતાની ફાળવણી વધારી રહ્યાનું બોફા સિક્યુરિટીસના સર્વેમાં જણાયું છે. હાલમાં ચીનમા નીચા મૂલ્યાંકને રોકાણ કરવામાં સારુ વળતર મળી રહેવા ફન્ડો આશા રાખી રહ્યા છે. નીતિ વિષયક પહેલોને કારણે ચીન ફરી વિકાસના પંથે જોવા મળશે એમ બોફા સિક્યુરિટીસના એક રિપોર્ટમાં જણાવાયું છે.

    બોફા દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ભાગ લેનારાઓએ આ વખતની સ્થિતિ અલગ હોવાનું જણાવ્યું હતું અને તેમણે અન્યત્ર તકો શોધવાનું માંડી વાળી ફરી ચીનમાં જઈ રહ્યાના સંકેત આપ્યા હતા.

    ચીન તરફ તેમની ફરીથી ફાળવણી ભારતીય ઈક્વિટીસના ભોગે થઈ રહી હોવાનું પણ સર્વેમાં જણાયું છે.વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી અંદાજે આઠ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચી લીધું છે.

    ઓગસ્ટમાં મોટી સંખ્યાના ફન્ડ મેનેજરો ભારત બાબતે ઓવરવેઈટ હતા પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, અને ઓવર વેઈટના બદલે અન્ડર વેઈટ ધરાવતાઓની સંખ્યા વધી ગઈ હોવાનું સર્વેમાં નોંધવામાં આવ્યું છે.

    ભારતીય ઈક્વિટીસમાં ઊંચા મૂલ્યાંકનોને લઈને એનાલિસ્ટો દ્વારા ઉચ્ચારાઈ રહેલી ચેતવણીને કારણે ફન્ડ મેનેજરોનો મિજાજ બદલાઈ રહ્યો છે.ગયા સપ્તાહમાં ચીનનો ઈક્વિટી ઈન્ડેકસ નોંધપાત્ર વધ્યો હતો. ચીનની ઈક્વિટીસના મૂલ્યાંકનો હાલમાં આકર્ષક જણાઈ રહ્યા છે અને સ્ટીમ્યુલ્સને કારણે તેમાં વળતર મળી રહેવા રોકાણકારોને આશા છે.

    ફુગાવો ૫.૪૯% સાથે વર્ષની ટોચે, વ્યાજ દરમાં હાલ રાહત નહીં…!!

    સપ્ટેમ્બરનો ફુગાવો જોરદાર વધીને આવતા દેશમાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા ફરી લંબાઈ ગઈ હોવાનું નિષ્ણાંતો તથા બેન્કિંગ ક્ષેત્ર માની રહ્યું છે. ખાધા ખોરાકીના ભાવમાં વધારાને પરિણામે સપ્ટેમ્બરનો ફુગાવો ૫.૪૯ ટકા સાથે નવ મહિનાની ઊંચી સપાટીએ જોવાયો છે. ઓગસ્ટમાં આ દર ૩.૬૫ ટકા રહ્યો હતો.૨૦૨૪માં રેપો રેટ ઘટવાની શકયતા ઘટી ગઈ છે.ઓકટોબરની બેઠકમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ પોલિસી સ્ટાન્સ વિથડ્રોઅલ ઓફ એકોમોડેશનમાંથી બદલીને ન્યુટ્રલ કરવાનો નિર્ણય કર્યો હતો,જેને પગલે ડીસેમ્બરમાં રેપો રેટમાં ઘટાડો કરાશે તેવી શકયતા જોવાઈ રહી હતી, જે હવે ફળીભૂત થાય એમ જણાતું નથી એમ સિટીબેન્ક દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.  ઓગસ્ટમાં ૫.૬૬ ટકાની સરખામણીએ ખાધા ખોરાકીનો ફુગાવો સપ્ટેમ્બરમાં ઉછળીને ૯.૨૪ ટકા પર આવી ગયો છે. ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવને પરિણામે એકંદર ફુગાવો સતત ઊંચો જોવા મળશે જે વ્યાજ દરમાં કપાત સામે અવરોધરૂપ બની રહેશે એમ એક બેન્કરે જણાવ્યું હતું. વ્યાજ દરમાં કપાત હવે એપ્રિલ,૨૦૨૫ સુધી લંબાઈ જાય તો નવાઈ નહીં. વર્તમાન મહિનાના પ્રારંભમાં યોજાઈ ગયેલી એમપીસીની બેઠકમાં સતત દસમી વખત ૬.૫૦ ટકા રેપો રેટ જાળવી રખાયો હતો. રિટેલ ફુગાવો ચાર ટકાના ટાર્ગેટ તરફ સરકી રહ્યો છે તેવા મજબૂત સંકેત નહીં મળે ત્યાંસુધી રિઝર્વ બેન્ક રેપો રેટ ઘટાડશે નહીં એમ જેપી મોર્ગને જણાવ્યું હતું. ફેબ્રુઆરી, ૨૦૨૩ની બેઠકમાં રેપો રેટ ૬.૨૫ ટકા પરથી વધારી ૬.૫૦ ટકા કરાયા બાદ આ સ્તર સતત જાળવી રખાયું છે.

    વર્તમાન વર્ષે ૭૧ કંપનીઓએ QIP થકી રૂપિયા ૮૮,૬૭૮ કરોડ એકત્ર કર્યા…!!

    ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) દ્વારા આ વર્ષે કંપનીઓએ રૂપિયા ૮૮,૬૭૮ કરોડની રેકોર્ડ મૂડી એકત્ર કરી છે. આ મુખ્યત્વે સાનુકૂળ મૂલ્યાંકન અને મોટી કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા મોટા પ્રોજેક્‌ટ્‌સમાંથી રોકડ પ્રવાહ દ્વારા સંચાલિત હતું. ક્યુઆઈપી હેઠળ,કંપનીઓ સામાન્ય રીતે વર્તમાન બજાર કિંમત કરતાં ઓછી કિંમતે રોકાણકારોના પસંદગીના જૂથને નવા શેર ઈશ્યૂ કરીને મૂડી એકત્ર કરે છે. બજારની તેજીના સમયમાં મૂડી એકત્ર કરવાનું આ પ્રિફર્ડ માધ્યમ છે કારણ કે તે ઓછો સમય લે છે તેમજ ખર્ચ પણ ઓછો થાય છે.આ વર્ષે અત્યાર સુધીમાં ૭૧ કંપનીઓએ ક્યુઆઈપીહેઠળ રેકોર્ડ ૮૮,૬૭૮ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

    શેરબજારમાં આવેલી તેજી અને વિદેશી તેમજ સ્થાનિક રોકાણકારોના મજબૂત પ્રવાહને કારણે ઘણી કંપનીઓના શેરના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે. ઊંચા મૂલ્યાંકનથી કંપનીઓને ઓછા શેર ઈશ્યૂ કરીને વધુ મૂડી એકત્ર કરવામાં મદદ મળી છે.ક્યુઆઈપી બજારમાં તેજીના સમયનું ઉત્પાદન છે. જ્યારે પણ બજારમાં વધારો થાય છે,ત્યારે કંપનીઓ ઊંચા મૂલ્યાંકન પર નવા શેર ઇશ્યૂ કરવા ક્યુઆઈપી સાથે બજારમાં આવે છે. ગયા વર્ષે, ક્યુઆઈપી દ્વારા મૂડી એકત્ર કરવામાં બેંકોનું પ્રભુત્વ હતું,પરંતુ આ વર્ષે ઓટોમોબાઈલથી લઈને ટેક્સટાઈલ સુધીના દરેક ક્ષેત્રની કંપનીઓ તેના દ્વારા મૂડી એકત્ર કરી રહી છે.રાઇટ્‌સ ઇશ્યૂ અને એફપીઓ બંને લાંબા ગાળાની પ્રક્રિયા છે અને રિટેલ રોકાણકારોની ભાગીદારી પર આધાર રાખે છે. ક્યુઆઈપીમાં માત્ર સંસ્થાકીય રોકાણકારો જ ભાગ લે છે અને તે ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થાય છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.