રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કર્યા બાદ હવે ચાઈના અને ભારત સાથે ડિલ મહત્વની હોઈ ભારત સાથે ટ્રેડ ડિલમાં થઈ રહેલા વિલંબથી ખફા ટ્રમ્પે ભારત પર ૧લી, ઓગસ્ટથી ભારતીય ગુડઝની અમેરિકામાં આયાત પર અપેક્ષાથી વધુ ૨૫% ટેરિફ અને રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની ખરીદી કરવામાં આવતી હોઈ નોન – ટેરિફ બેરિઅર્સ મામલે વધારાની પેનલ્ટીની જાહેરાત બાદ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જો કે ભારતથી થતી સ્માર્ટફોન, સેમી-કન્ડકટર્સ, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજો અને ફાર્માસ્યુટિકલ્સની આયાતો પર હાલ તુરત ટેરિફ નહીં લાદવામાં આવ્યાના અહેવાલોએ ઘટાડો માર્યાદિત રહ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ દ્વારા વ્યાજ દરો પર યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવતા અને ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર ૨૫% ટેરિફ લાદવામાં આવ્યા બાદ રૂપિયાની અસ્થિરતાને રોકવા માટે બજારમાં આરબીઆઈ દ્વારા શંકાસ્પદ હસ્તક્ષેપ છતાં ગત સપ્તાહે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે રશિયા પર યુરોપના પ્રતિબંધ બાદ અમેરિકા પણ તેના વલણને સખત બનાવવા માંગતું હોવાના સંકેતે ક્રુડઓઈલના ભાવ મક્કમ રહ્યા હતા.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી થતી બધી નિકાસ પર ૨૫% આયાત ડયુટીની જાહેરાત કરી છે. આ ટેરિફ ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી અમલમાં આવશે અને સ્માર્ટફોન, દવાઓ, ઓટો પાટ્ર્સ અને જ્વેલરી જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોને અસર કરશે. યુએસ ટેરિફથી દ્વિપક્ષિય વેપારને મોટો ફટકો પડવાનો ભય ઉદભવ્યો છે. વર્ષ ૨૦૨૪માં ભારત અને અમેરિકા વચ્ચે કુલ દ્વિપક્ષિય વેપાર ૧૨૯ બિલિયન ડોલર (લગભગ ૧૦.૭ લાખ કરોડ) હતો. યુએસ ટેરિફથી કયા ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થશે તેના પર નજર કરીએ તો..નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં, ભારતે યુએસને ૨૪.૧ બિલિયન ડોલર (૫૫% વાષક વધારો) ના સ્માર્ટફોન નિકાસ કર્યા હતા. પરંતુ હવે ૨૫% ટેરિફ લાગુ થયા પછી, અમેરિકામાં તેમના ભાવ વધી શકે છે અને માંગ પર અસર પડી શકે છે.
ભારતે ૨૦૨૪માં ૧૦.૮ અબજ ડોલરના ટેક્સટાઇલ અને એપેરલની નિકાસ અમેરિકામાં કરી હતી, જે કુલ ટેક્સટાઇલ નિકાસના ૨૮.૫% હિસ્સો ધરાવે છે. ૧૦-૧૨% ની હાલની ડયુટી ઉપરાંત ૨૫% ની નવી ડયુટી ભારતીય કપડાને યુએસ બજારમાં બિન-સ્પર્ધાત્મક બનાવી શકે છે. વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોને આનો ફાયદો થઈ શકે છે. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૨ બિલિયન ડોલરના દાગીનાની નિકાસ કરી હતી, જેમાં યુએસનો હિસ્સો લગભગ ૩૦% છે. હાલની ૨૭% ડયુટી ઉપરાંત વધારાની ૨૫% ટેરિફ આ ક્ષેત્રના માર્જિનને ગંભીર અસર કરી શકે છે અને ઓર્ડર રદ કરવા અથવા યુએસ ખરીદદારોને સપ્લાયર્સ બદલવા તરફ દોરી શકે છે. ભારતે ૨૦૨૪માં યુએસને ૨.૨ બિલિયન ડોલરના ઓટો ઘટકોની નિકાસ કરી હતી. જ્યારે ફિનિશ્ડ વાહનોની નિકાસ ફક્ત ૧૦ મિલિયન ડોલરની આસપાસ હતી, ઓટો પાટ્ર્સ પર ૨૫% ડયુટી મેક ઇન ઇન્ડિયા હેઠળ એન્જિનિયરિંગ નિકાસને નુકસાન પહોંચાડી શકે છે. ભારતના દરિયાઈ નિકાસ ઉદ્યોગનું કુલ કદ ૭.૨ બિલિયન ડોલર છે, જેમાં યુએસનો હિસ્સો લગભગ ૨.૪ બિલિયન ડોલર છે. સીફૂડ પર ટેરિફ વધારવાથી લેટિન અમેરિકન નિકાસકારોની તુલનામાં ભારતના ભાવ બિનસ્પર્ધાત્મક બની શકે છે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨૬૭૩.૯૧ કરોડની ખરીદી તેમજ ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૬૦,૯૩૯.૧૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી તેમજ ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૪૭,૬૬૬.૬૮ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫% ટેરિફ તથા પેનલ્ટી લાગુ કરવાના લેવાયેલા નિર્ણયને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ભારતના આર્થિક વિકાસ દરમાં ૩૦ થી ૬૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળશે તેવી વિવિધ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી રહી છે. જો કે ભારતમાં સ્થાનિક સ્તરે માંગ આધારિત અર્થતંત્રને મોટી અસર જોવા નહીં મળે એમ બારકલેસના એક રિપોર્ટમાં આર્થિક વિકાસ દરમાં ૩૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળવાની ધારણાં વ્યકત કરતા જણાવાયું હતું. ૧લી ઓગસ્ટથી ૨૫% ટેરિફ લાગુ થશે તો ભારતના માલસામાન પર અમેરિકામાં સરેરાશ ઈફેકટિવ ટેરિફ દર ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી વધી ૨૦.૬૦% રહેશે એમ બારકલેસ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.
લિબરેશન ડે પહેલાનો ટેરિફ દર ૨.૭૦% રહ્યો હતો અને ૯૦ દિવસની જેને સ્થગિતી અપાઈ છે તે ટેરિફ દર ૧૧.૬૦% હતો. અમેરિકાથી આવતા માલસામાન પર ભારત ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી સરેરાશ ૧૧.૬૦% ટેરિફ વસૂલે છે. ભારતનું અર્થતંત્ર જે ઘરેલુ માંગને આધારિત છે તેને ધ્યાનમાં રાખતા ૨૫%ના ટેરિફ દરથી દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર જોવા નહીં મળે એમ જણાવી બારકલેસે વર્તમાન નાણાં વર્ષમાં આર્થિક વિકાસ દર ૩૦ બેઝિસ પોઈન્ટની કદાચ અસર જોવા મળી શકે. આ ઉપરાંત એસબીઆઈએ આર્થિક વિકાસદરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ જ્યારે મોર્ગન સ્ટેન્લીએ ૬૦ બેઝિસ પોઈન્ટના ઘટાડાની ધારણાં મૂકી છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધિત વાટાઘાટોનો આગળનો રાઉન્ડ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નવી દિલ્હીમાં યોજાવાનો સંભાવિત છે. આ માટે યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતિનિધિમંડળ ૨૫ ઓગસ્ટથી ભારતની મુલાકાત લેશે. આ બેઠકોમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે, પરંતુ ટ્રમ્પ સરકારે લાગુ કરેલા ટેરિફને લઈ અનિશ્ચિતતા યથાવત રહે તેવી શક્યતા છે. એવી સ્થિતિમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧) સિપ્લા લિ. (૧૫૦૬) : ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૫૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨) આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૪૬૭) : અ /ઝ+૧ ગ્રુપના આ સ્ટોક રૂ.૧૪૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૪૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ટેક મહિન્દ્રા (૧૪૩૭) : રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૯૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪) એચસીએલ ટેકનોલોજી (૧૪૫૩) : ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫) ગોદરેજ કન્યુમર (૧૨૬૩) : રૂ.૧૨૯૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૨૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬) ભારત ફોર્જ (૧૧૪૪) : ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૯૭ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) રેલ વિકાસ નિગમ (૩૩૪) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૨૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૧૭ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૮ થી રૂ.૩૫૫ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨) ઓરિયન્ટ ટેક્નોલોજીસ (૩૦૩) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૯૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ (૩૦૦) : રૂ.૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૨૭૪ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪) આરબીએલ બેન્ક (૨૬૭) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૭ થી રૂ.૨૮૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૫૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
(૫) ટૂરીઝમ ફાઈનાન્સ (૨૭૮) : રૂ.૨૬૪ નો પ્રથમ તેમજ રૂ.૨૫૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટયુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૯૪ થી રૂ.૩૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬) નોસિલ લિ. (૧૭૮) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૬૭ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૨ થી રૂ.૨૦૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) ગેઈલ (ઈન્ડિયા) લિ. (૧૬૫) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૭૬ થી રૂ.૧૮૮ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮) જીપીટી હેલ્થકેર (૧૬૩) : ટેકનીકલ ચાર્ટ મુજબ હોસ્પિટલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩ આસપાસ રોકાણકારે રૂ.૧૭૭ થી રૂ.૧૮૪ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૪ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) SBFC ફાઈનાન્સ (૯૮) : નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૧૨ થી રૂ.૧૨૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(૨)ઈન્ટ્રાસોફ્ટ ટેકનોલોજી (૯૭) : ડિલેવરીબેઇઝ રોકાણકારે ઈ-રિટેલ/ઈ-કોમર્સ સેક્ટરનાં આ સ્ટોકને ૮૮ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૧૧૨ થી રૂ.૧૧૮ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!
(૩) IDBI બેન્ક (૮૮) : ફન્ડા-મેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૦ નો પ્રથમ તેમજ રૂ.૭૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૯૪ થી રૂ.૧૦૩ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) NHPC લિ.(૭૮) : રૂ.૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૮૪ થી રૂ.૮૮ ની ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPOલાવવાની તૈયારીમાં…!!
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ભારતના ઇતિહાસનો સૌથી મોટો તૈયારીમાં છે. કંપની તેની ટેલિકોમ શાખા Jio Infocomm માંથી ફક્ત ૫% હિસ્સો વેચીને અંદાજીત રૂ.૫૨૦૦૦કરોડ એટલે કે ૬ અબજ ડોલરજેટલો ફંડ ઉઘરાવવાનો પ્લાન બનાવી રહી છે. જો આ યોજનાને મંજૂરી મળશે, તો હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના રૂ. ૨૮,૦૦૦કરોડના અત્યાર સુધીના સૌથી મોટા આઇપીઓનો રેકોર્ડ તૂટી જશે.
આ માટે રિલાયન્સે ભારતીય મૂડી બજાર નિયામક Googleસાથે અનૌપચારિક ચર્ચાઓ શરૂ કરી છે. હાલના નિયમ મુજબ, કોઈપણ કંપનીએ ઓછામાં ઓછો ૨૫% હિસ્સો જાહેર કરવા ફરજીયાત છે, પરંતુ રિલાયન્સ માને છે કે બજાર હાલ આટલી મોટી રકમ શોષી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી કંપની Googleમક્ષ ખાસ છૂટછાટ માંગે છે, જેથી ઓછા હિસ્સાવાર પણ આઇપીઓ લાવી શકાય.
આ આઇપીઓ વિશ્વનાં મોટાં ટેક રોકાણકારો માટે એક્ઝિટનો રસ્તો બનાવી શકે છે. ખયફિં અને ૠજ્ઞજ્ઞલહય જેવા પ્લેયર્સે ૨૦૨૦માં Jio Infocomm ૨૦અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું હતું.આજે મૂલ્ય ૧૦૦અબજ ડોલરથી વધુ આંકવામાં આવે છે, છતાં રિલાયન્સ હજુ યૂઝર બેઝ અને રેવન્યુ વધારવા પર જોર આપી રહી છે.
અગાઉ રિપોટ્ર્સમાં જણાવાયું હતું કે કંપનીએ ૨૦૨૪ માટે આઇપીઓ યોજનાઓ સ્થગિત કરી હતી, પણ હવે ફરીથી બજારની ગતિશીલતા પ્રમાણે ટાઈમલાઇન પર વિચાર કરી રહી છે. હવે સૌની નજર ઓગસ્ટમાં થનારી રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભા પર છે, જ્યાં ઉંશજ્ઞના આઇપીઓ અને જઊઇઈંના નવા નિયમોને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.
ભારતીય ઉત્પાદકોની દવાની નિકાસના
બજારમાં સ્પર્ધાત્મકતા વધવાની શક્યતા…!!
બ્રિટનની સરકાર સાથે ૨૪મી જુલાઈએ થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે બ્રિટનમાંથી આયાત કરવામાં આવતા એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ-એપીઆઈ એટલે કે બલ્ક ડ્રગની આયાત પર ચૂકવવી પડતી દસથી વીસ ટકા જેટલી આયાત ડયૂટીમાંથી મુક્તિ મળી જશે. પરિણામે ભારતમાં બ્રિટનમાંથી આયાત કરવામાં આવતા એપીઆઈમાંથી બનતી તૈયાર દવાઓના નિકાસના ભાવ નીચા આવશે અને ભારતીય ઉત્પાદકોની નિકાસના બજારમાં સ્પર્ધાત્મકતા વધી જશે. પરિણામે સમગ્ર તથા બ્રિટનમાં ભારતની દવાઓની નિકાસ વધશે. એપીઆઈ અને ફાર્મા કેમિકલ્સની આયાત કરનારાઓને ખાસ્સો ફાયદો થશે. દેશમાં કુલ ૧૫૬૦થી જેટલી એપીઆઈ કેમિકલ્સની આયાત કરવામાં આવે છે. ભારતના ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખનું કહેવું છે કે આમ તો બ્રિટનમાં નિકાસ કરવામાં આવતી દવાઓ પર પહેલા પણ કોઈ ડયૂટી નહોતી. તેથી દવાની નિકાસ પર નહિ,પરંતુ એપીઆઈ-બલ્ક ડ્રગની આયાત સસ્તી થઈ જશે. સમગ્ર તથા તેની અસર હેઠળ ગુજરાતના ફાર્મા ઉદ્યોગની નિકાસમાં વધારો થવાની સંભાવના છે. ભારતની જેનરિક,બાયોસિમિલર દવાઓ હવે કોઈપણ જાતની ડયૂટી વિના બ્રિટનના બજારમાં પ્રવેશી શકશે. નવા કરારને પરિણામે ભારતમાંથી દવાની નિકાસમાં અંદાજે ૧૨થી ૧૫ ટકાનો વધારો થશે.
ગુજરાતમાં ભારતના દવાના કુલ ઉત્પાદનમાંથી ૩૩ ટકા દવાઓનું ઉત્પાદન થાય છે. તેમ જ બ્રિટનમાં દવાઓની ભારતમાંથી થતી કુલ નિકાસમાંથી ૨૮ ટકા દવાઓની નિકાસ ગુજરાતમાંથી થાય છે. હવે આ નિકાસકારોને દવાઓની નિકાસ કરવામાં ઓછોમાં ઓછા અવરોધ નડશે. વેપાર માટેના અવરોધો હટી જતાં ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા પાસેથી અને સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી પાસેથી પણ સરળતાથી પ્રમાણપત્રો મળી જશે. બ્રિટનમાં દવાઓની નિકાસ કરવા માટે ફાસ્ટ ટ્રેક એપ્રુવલ મળી જવાની સંભાવના રહેલી છે. તેને પરિણામે ગુજરાતના નિકાસકારોએ બ્રિટનમાં દવાની નિકાસ માટે કરવી પડતી પ્રક્રિયામાં ખર્ચાતા સમય અને નાણાંમાં ખાસ્સો ઘટાડો થઈ જશે.
સર્ટિફિકેટ ઓફ ઓરિજિન મેળવવું પણ એટલું જ સરળ બની જશે. ફાર્મા ઉદ્યોગને માટે આ સુવિધા વરદાનરૂપ સાબિત થશે. ગુજરાતમાં બનતી ૯૯ ટકા દવાઓની નિકાસ સરળ બની જશે. ગુજરાતમાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી ધરાવતા અંદાજે ૧૩૦ યુનિટ સક્રિય છે. જમ્બુસરના બલ્ક ડ્રગના ઝોનમાં, બાયોટેક પાર્કમાં, અમદાવાદ, વડોદરા અને અંકલેશ્વરમાં આ પ્રકારના એકમો સક્રિય છે. સનફાર્મા, કેડિલા, ઝાયડસ અને ટોરેન્ટ ફાર્મા જેવી કંપનીઓને તેના થકી ખાસ્સો ફાયદો થવાની સંભાવના છે. આ કંપનીઓને એફટીએને કારણે તત્કાળ લાભ મળશે.
ઇક્વિટી બજારમાં મંદીના કારણે નવા રોકાણકારોની સંખ્યા ઘટી…!!
વર્ષ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં યુનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યામાં માત્ર ૫.૨%નો વધારો થયો છે, જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં તેમાં લગભગ ૧૨%નો વધારો થયો હતો. ઇક્વિટી બજારમાં વધેલી અસ્થિરતાને કારણે ઇક્વિટી સ્કીમોનું આકર્ષણ મહદ અંશે ઘટી રહ્યું છે. તેના કારણે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડો સાથે નવા રોકાણકારોના જોડાણની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. યુનિક રોકાણકારોની કુલ સંખ્યા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન કાર્ડ)ની નોંધણી દ્વારા માપવામાં આવે છે.જૂન ૨૦૨૫ સુધીમાં ઉદ્યોગમાં કુલ ૫.૫૩ કરોડ યુનિક રોકાણકારો હતા, જે ડિસેમ્બર ૨૦૨૪ના ૫.૨૬ કરોડ કરતા સામાન્ય વધુ છે. નિષ્ણાતોના મતે, રોકાણકારોના જોડાણની ગતિ મોટાભાગે શેરબજારના પ્રદર્શન સાથે સંબંધિત છે.
વર્તમાન વર્ષમાં ઈક્વિટી કેશમાં DIIની રૂ.૪.૧૦ લાખ કરોડની નેટ ખરીદી…!!
વર્તમાન વર્ષમાં ઈક્વિટી કેશમાં ડીઆઈઆઈની રૂ.૪.૧૦ લાખ કરોડની નેટ ખરીદી રહી છે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ.૧.૬૫ લાખ કરોડની વેચવાલી કરીછે. વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડોએ રૂ.૩ લાખ કરોડથી વધુ ઈક્વિટીસમાં ઠાલવ્યા છે, જ્યારે વીમા કંપનીઓએ રૂ.૪૮૦૦૦ કરોડ અને પેન્શન ફન્ડોના રૂ.૨૧૫૦૦ કરોડ આવ્યા છે.કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી તથા ઊંચા વેલ્યુએશનની ચિંતા વચ્ચે પણ ડીઆઈઆઈની ખરીદી જોવા મળી રહી છે.
દેશની ઈક્વિટી માર્કેટમાં એક તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વેચવાલ રહ્યા છે ત્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં ઈક્વિટીસમાં રૂ.૪ લાખ કરોડથી વધુની રકમ ઠાલવી છે. મ્યુચ્યુઅલ ફન્ડોમાં રોકાણકારોના ઈન્ફલોસ તથા વીમા કંપનીઓ અને પેન્શન ફન્ડોના સતત ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહને જોતા ઈક્વિટીસમાં ઘરેલું રોકાણકારોની વર્તમાન રોકાણ ગતિ જળવાઈ રહેવા ધારણાં રાખવામાં આવી રહી છે. વર્ષ૨૦૨૫માં ડીઆઈઆઈનો ઈન્વેસ્ટમેન્ટ આંક ૨૦૦૭ બાદ બીજો મોટો વાર્ષિક આંકને આંબી ગયો છે. ૨૦૨૪માં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ ઈક્વિટીસમાં રૂ.૫.૨૩ લાખ કરોડ ઠાલવ્યા હતા.