રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચાઈના સામે આક્રમક વલણ અપનાવીને સ્ટીલ સહિતની આયાત પર ૫૦% ટેરિફ લગાવતાં બન્ને દેશો વચ્ચે તણાવ છતાં ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે લોકલ ફંડોની સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ખરીદીના આકર્ષણે મજબૂતી જોવાઈ હતી. અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ ૯, જુલાઈની મુદ્દત પૂર્વે થઈ જવાની અપેક્ષાએ અને ચાઈના સાથે અમેરિકાના વણસતા સંબંધોથી ભારતને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં ફ્રન્ટલાઈન ખરીદી થતાં ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ સુધારો જોવાયો હતો.
આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરતાં, વધુમાં અમેરિકા અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ વ્યાજના દરોમાં ઘટાડો થવાની સંભાવનાએ વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં ખરીદી વધતાં બજારને ટેકો મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી, રૂપિયો ૦.૯% ઘટયો છે. મે મહિનામાં ક્રૂડના નીચા ભાવ અને ૩.૬૪ બિલિયન ડોલરના વિદેશી પોર્ટફોલિયો ઇનફ્લોએ રૂપિયાને ટેકો મળ્યો હતો, જો કે નાણાકીય નીતિ સમીક્ષામાં વ્યાજદરમાં ઘટાડાના કારણે નજીકના સમયગાળામાં રૂપિયો દબાણ હેઠળ રહી શકે છે ઉપરાંત ભૂ-રાજકીય તણાવ અને વિદેશી નાણાંના પ્રવાહમાં વધારા અંગેની અનિશ્ચિતતા સ્થાનિક ચલણને અસર કરશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ જેવા વૈશ્વિક અવરોધો ફરી ઉભરી આવ્યા છે, જેના કારણે ડોલર અને જાપાનીઝ યેન માટે સલામત-સ્વર્ગ માંગ ફરી ઉભી થતા નજીકના ગાળામાં રૂપિયો કેટલાક સમય સુધી દબાણ હેઠળ જોવા મળી શકે છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ભારત હાલમાં જ જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ગઈ છે અને જો આ જ રીતે ભારતનો વિકાસદર રહ્યો તો જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનતા વાર નહિ લાગે. ભારતે વર્ષ ૨૦૨૫માં રૂ.૩૪૭.૫ લાખ કરોડના જીડીપી સાથે જાપાનને પાછળ છોડી દીઘું છે આ એક મોટી હરણફાળ છે. વર્ષ ૨૦૨૫ માટે ભારતનો વિકાસ દર ૬.૨% રહેવાનો અંદાજ છે. આ અન્ય ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં તો ઘણો વધુ છે. આ સ્તરનો વિકાસ સરકારને વિકાસમાં વધુ રોકાણ કરવામાં અને ગરીબી ઘટાડવામાં મદદ કરી શકે છે.
સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ભારે રોકાણ કરી રહી છે. ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય બજેટમાં, કેપિટલ ખર્ચ માટે રૂ.૧૧.૨૧ લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે જીડીપીના ૩.૧% બરાબર છે. આ બજેટ હાઇવે, રેલવે, ઇન્ટરનેટ ઍક્સેસ અને લાંબા ગાળાના વિકાસને ટેકો આપતા રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટ્સ બનાવવા તરફ જઈ રહ્યું છે. ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાથી ભારતને વધુ સાધનો, વધુ વૈશ્વિક ધ્યાન અને વિશ્વ મંચ પર મજબૂત અવાજ મળશે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭૬૪૨.૩૪ કરોડની ખરીદી તેમજ ૦૫ જુન ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૬૧૭૦.૯૫ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧૭૭૩.૨૫ કરોડની ખરીદી તેમજ ૦૫ જુન ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૪૫૭૫.૫૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગત સપ્તાહના અંતે ફરી એકવાર રેપો રેટમાં ૫૦ બેસિઝ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો, આ સાથે હવે રેપો રેટ ૫.૫૦% થયો છે. રેપો રેટમાં ઘટાડાથી લોકોને હવે મોટી રાહત મળશે કેમ કે તેમના ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે. છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો થયો છે. અગાઉ ફેબ્રુઆરી માસમાં આરબીઆઈએ ૨૫ બેસિઝ પોઇન્ટ અને તેના પછી એપ્રિલ માસમાં ૨૫ બેસિઝ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ રેપો રેટ ૬% એ આવી ગયો હતો. દેશમાં માંગ ધીમે ધીમે ઘટી રહી છે. ક્રેડિટ વૃદ્ધિ, ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ફુગાવો પણ નરમ પડયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ ૪% થી નીચે રહ્યો છે.
ભારતના આર્થિક વૃદ્વિના આંકડા નાણા વર્ષ ૨૦૨૫ના નબળા ૬.૫%ની વૃદ્વિના આવ્યા છતાં ચોથા ત્રિમાસિકના આંકડા પ્રોત્સાહક ૭.૪% વૃદ્વિના જાહેર થતાં અને વૈશ્વિક આર્થિક પડકારો અને અમેરિકાના ટેરિફ વોરની સ્થિતિ વચ્ચે પણ ચોથા ત્રિમાસિકના મજબૂત આંકડાએ વૈશ્વિક ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની ભારતીય શેરબજારમાં ખરીદી વધી રહી છે. ફોરેન ઈન્વેસ્ટરોની સાથે લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી શેરોમાં લાર્જ કેપ બાદ મિડ કેપ શેરોમાં ખરીદદાર બનતા સેન્ટીમેન્ટ તેજીનું બન્યું છે.
વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. ટ્રમ્પને અમેરિકાની ફેડરલ કોર્ટના એક દિવસ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની સત્તા નહીં હોવાનું અને બીજા જ દિવસે યુ-ટર્નને લઇ છેલ્લે ચાઈના સાથે ટેરિફ વાટાઘાટ પડી ભાંગ્યાના અને અમેરિકામાં સ્ટીલની આયાત પર ૫૦% ટેરિફ લાદવાના નિર્ણયને લઈ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળી શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)ભારતી એરટેલ (૧૮૭૮) : ટેલિકોમ સેલ્યુલર એન્ડ ફિકસ્ડ લાઇન સર્વિસ સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૮૩૩ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા.૧૮૧૮ ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા.૧૮૯૩ થી રૂા.૧૯૦૯ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા.૧૯૨૦ ઉપર તેજી તરફ ધ્યાન…!!
(ર)ઇન્ફોસીસ (૧૫૬૯) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૫૩૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૧૫૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૧૫૮૮ થી રૂા.૧૬૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) સ્ટેટ બેન્ક (૮૧૬) :રૂા.૭૯૭ નો પ્રથમ તેમજ રૂા.૭૮૭ બીજા સપોર્ટથી પબ્લીક બેન્ક સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૮૩૮ થી રૂા.૮૫૦ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!
(૪) HCLટેકનોલોજી (૧૬૪૧) : ટેકનિકલ ચાર્ટ મુજબ કોમ્પ્યુટર્સ + સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટર નો આ સ્ટોક રૂા.૧૬૮૮ આસપાસ વેચવાલી થકી રૂા.૧૬૨૬ થી રૂા.૧૬૦૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૧૭૦૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!
(પ)ટેક મહિન્દ્ર (૧૫૭૮) : રૂા.૧૬૦૬ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા.૧૬૧૭ ના સ્ટોપલોસે તબકકાવાર રૂા.૧૫૬૦ થી રૂા.૧૫૪૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૪૪૬) : રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા. ૧૪૯૦ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા. ૧૪૨૪ થી રૂા.૧૪૦૪ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) મોઈલ લિ. (૩૭૪) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૪૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૮૮ થી રૂ.૩૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨)મહિન્દ્રા લોજિસ્ટિક્સ (૩૧૩) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)ઓનવર્ડ ટેક્નોલોજીસ (૨૮૮) : રૂ.૨૭૬ નો પ્રથમ તેમજ રૂ.૨૭૦ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪)એનએલસી ઈન્ડિયા (૨૨૬) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!
(૫)પિરામલ ફાર્મા (૧૯૭) : રૂ.૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૩ થી રૂ.૨૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬)હૈડલબર્ગ સિમેન્ટ (૧૮૮) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૦૨ થી રૂ.૨૧૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)આઈનોક્સ વિન્ડ (૧૭૭) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૯૩ થી રૂ.૨૦૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮)જીપીટી ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ (૧૩૪) : ટેકનીકલ ચાર્ટ મુજબ સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક રૂ. ૧૨૨ આસપાસ રોકાણકારે રૂ.૧૪૭ થી રૂ.૧૫૫ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૬ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) એસજેવીએન લિ. (૧૦૦) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૧૩ થી રૂ.૧૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૨) એનએચપીસી લિ. (૮૪) : ડિલેવરીબેઇઝ રોકાણકારે પાવર જનરેશન સેક્ટરનાં આ સ્ટોકને ૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૧૦૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
(૩) એચબી સ્ટોક હોલ્ડિંગ્સ (૭૬) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૫ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૬૦) : રૂ. ૫૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૨ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન….!!
મે માસમાં UPIવ્યવહારો અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે…!!
મે ૨૦૨૫માં, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ ૧૮.૬૮ અબજ અને મૂલ્યની દ્રષ્ટિએ રૂ.૨૫.૧૪ લાખ કરોડ સુધી પહોંચ્યા છે. એપ્રિલ ૨૦૧૬માં ડિજિટલ ચુકવણી પ્રણાલી લાગુ થયા પછી આ અત્યાર સુધીનું સૌથી ઉચ્ચ સ્તર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, મે મહિનાના આંકડા અનુક્રમે એપ્રિલના ૧૭.૮૯ અબજ વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ અને રુ.૨૩.૯૫ લાખ કરોડ વ્યવહારો કરતાં ૪% અને ૫% વધુ છે. મે ૨૦૨૫માં સંખ્યાની દ્રષ્ટિએ વ્યવહારો ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૩૩% વધ્યા હતા, જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ તેમાં ૨૩%નો વધારો થયો હતો.
અગાઉ, સંખ્યાની દ્રષ્ટિએ વ્યવહારો માર્ચ ૨૦૨૫માં ૧૮.૩ અબજની ટોચે પહોંચ્યા હતા અને મૂલ્યની દ્રષ્ટિએ રૂ.૨૪.૭૭ લાખ કરોડનો રેકોર્ડ હતો. આ વર્ષે મે મહિનામાં દૈનિક વ્યવહારોની સંખ્યા પણ વધીને ૬૦.૨ કરોડ થઈ ગઈ છે જે એપ્રિલમાં ૫૯.૬ કરોડ હતી. મૂલ્યની દ્રષ્ટિએ, તે એપ્રિલમાં રૂ.૭૯૮૩૧ કરોડથી વધીને મે મહિનામાં રૂ.૮૧૧૦૬ કરોડ થઈ ગઈ છે. મે મહિનામાં તાત્કાલિક ચુકવણી સેવા દ્વારા ૪૬.૪ કરોડ ચુકવણી કરવામાં આવી હતી, જે એપ્રિલમાં ૪૪.૯ કરોડ કરતા ૩% વધુ છે. ઈંખઙજ વ્યવહારો પણ મૂલ્યની દ્રષ્ટિએ ૩% વધ્યા છે અને એપ્રિલમાં રૂ.૬.૩૩ લાખ કરોડથી વધીને મે મહિનામાં રૂ.૬.૪૧ લાખ કરોડ થયા છે.
મેં મહિના દરમિયાન, ફાસ્ટેગ દ્વારા વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ ૫% વધીને ૪૦.૪ કરોડ થયા હતા, જે એપ્રિલમાં ૩૮.૩ કરોડ હતા. મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારો પણ ૪% વધીને રૂ. ૭૦૮૭ કરોડ થયા, જે એપ્રિલમાં રૂ.૬૮૦૧ કરોડ હતા. મે ૨૦૨૪ ની તુલનામાં મે ૨૦૨૫ માં ફાસ્ટેગની સંખ્યામાં ૧૬% અને મૂલ્યમાં ૨૦%નો વધારો થયો છે સમીક્ષા હેઠળના મહિનામાં આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ દ્વારા વ્યવહારો પણ સંખ્યાની દ્રષ્ટિએ ૧૧% વધીને ૧૦.૫ કરોડ થયા હતા, જે એપ્રિલમાં ૯.૫ કરોડથી વધુ છે. મૂલ્યની દ્રષ્ટિએ, મે મહિનામાં વ્યવહારો રૂ.૨૮૭૦૩ કરોડ થયા, જે એપ્રિલમાં રૂ.૨૬૬૧૮ કરોડથી ૮% વધુ છે.
લિસ્ટેડ બેંકોએ ચોથા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં ૪.૪% વૃદ્ધિ નોંધાવી…!!
લિસ્ટેડ બેંકોએ નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ત્રિમાસિક જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં ૪.૪% વૃદ્વિ નોંધાવી એક્ત્રિત રૂ.૯૪,૨૨૮ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. જે ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ૩.૭% વધ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોના નફામાં આ સમયગાળામાં વૃદ્વિ ૧૨.૯% રહી ૧૨ પીએસયુ બેંકોનો મળીને ચોખ્ખો નફો રુ.૪૮,૩૭૦ કરોડ થયો છે. જ્યારે ખાનગી ક્ષેત્રની ૨૦ બેંકોએ કુલ રૂ.૪૫,૮૫૮ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. જે ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૩.૩% ઘટયો છે. ઉલ્લેખનિય છે કે, ભારતની પાંચમી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ઈન્ડસઈન્ડ બેંકે ચોથા ત્રિમાસિકમાં રૂ.૨૩૨૯ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. જે ડેરિવેટીવ્ઝમાં નુકશાની અને માઈક્રો ફાઈનાન્સ એકાઉન્ટિંગને કારણે રહી છે.બેંકોની ચોખ્ખી વ્યાજ આવકમાં વૃદ્વિ આ ત્રિમાસિકમાં એક આંકમાં રહી છે, ખાનગી ક્ષેત્રે ૪.૫% અને પીએસયુ બેંકોમાં ૨.૭% વૃદ્વિ રહી છે. જે વિવિધ કારણોસર જેમ કે રેપો રેટ ફેબ્રુઆરીમાં ૨૫ બેઝિઝ પોઈન્ટ ઘટાડવાના કારણે પાયાની આવક વૃદ્વિને અસર થઈ છે. ચોખ્ખી વ્યાજ આવકમાં ધીમી ૭%ની વૃદ્વિ થઈ છે.જે નાણા વર્ષ ૨૦૨૫માં થાપણોના દરોમાં ફેરફારની સંપૂર્ણ અસરને લઈ ગત વર્ષના નેટ વ્યાજ માર્જિન ૩.૨% હતું,
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કોર્પોરેટ બોન્ડમાં FPIનું રોકાણ ૧૧.૪% વધીને રૂ.૧.૨૧ લાખ કરોડ થયું…!!
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કોર્પોરેટ બોન્ડમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું રોકાણ ૧૧.૪% વધ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, તે ૨૦૨૩-૨૪માં રૂ. ૧.૦૮ લાખ કરોડથી વધીને ૨૦૨૪-૨૫માં રૂ.૧.૨૧ લાખ કરોડ થયું છે. પરંતુ અહેવાલ મુજબ, મંજૂર રોકાણ મર્યાદામાંથી, માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં ફક્ત ૧૫.૮%નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે એક વર્ષ પહેલા ૧૬.૨% હતો. આનું મુખ્ય કારણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે સંપૂર્ણ રોકાણ મર્યાદામાં વધારો છે. વર્ષ દરમિયાન રૂ.૯.૯ લાખ કરોડના પ્રાથમિક કોર્પોરેટ બોન્ડ જારી કરવામાં આવ્યા હતા, જે ૨૦૨૩-૨૪ માં રૂ.૮.૬ લાખ કરોડ થી ૧૬.૧% વધુ છે.
અહેવાલમાં જણાવાયું છે કે બાકી કોર્પોરેટ બોન્ડ (ડિસેમ્બરના અંત સુધી) પણ ૧૩.૩% વધીને ૫૧.૬ લાખ કરોડ રૂપિયા થયા છે જે પાછલા વર્ષના રૂ.૪૫.૫ લાખ કરોડ હતા. નાણાકીય વર્ષ દરમિયાન, સ્થાનિક સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કોર્પોરેટ બોન્ડના પ્રાથમિક જારીમાં વધારો થયો હતો અને વિદેશી બજારો દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાં પણ વધારો થયો હતો. જારી કરવાના સંદર્ભમાં ખાનગી પ્લેસમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
અહેવાલમાં ખાસ કરીને નિર્દેશ કરવામાં આવ્યો છે કે ૨૦૨૪-૨૫ માં ગૌણ બજારમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૭૬૪૫ કરોડ સુધી પહોંચ્યું હતું, જે પાછલા નાણાકીય વર્ષમાં ફક્ત રુ.૫૭૨૨ કરોડ હતું. સરકારી બોન્ડ પરના ઉપજની જેમ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કોર્પોરેટ બોન્ડ પરના ઉપજમાં પણ ઘટાડો થયો હતો. માર્ચ ૨૦૨૫માં પીએસયુ, નાણાકીય સંસ્થાઓ અને બેંકોના અઅઅરેટેડ ૩-વર્ષના બોન્ડ્સ પર યીલ્ડ માર્ચ ૨૦૨૪ની સરખામણીમાં ૧૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો હતો. નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ પર યીલ્ડ ૨૮ બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો હતો અને કોર્પોરેટ બોન્ડ્સ પર યીલ્ડ ૩૩ બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો હતો.
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કાર કંપનીઓની નિકાસમાં ૧૫%નો વધારો…!!
સ્થાનિક બજારમાં પેસેન્જર કારની માંગમાં ઘટાડા વચ્ચે, ઓટોમોબાઈલ ઉદ્યોગની મુખ્ય કંપનીઓ નિકાસમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી રહી છે. નાણાકીય વર્ષ ૨૪-૨૫માં ઉદ્યોગની કુલ નિકાસમાં ૧૫%નો વધારો થયો છે જ્યારે સ્થાનિક બજાર વેચાણમાં માત્ર ૨%નો વધારો થયો છે. આમ ભારતીય ઓટોમોબાઈલ કંપનીઓની કારની માંગ વિદેશના બજારોમાં વધી રહી છે. પેસેન્જર કાર માર્કેટમાં અગ્રણી મારૂતિ સુઝુકી, ભારતમાંથી પેસેન્જર વાહનોની કુલ નિકાસમાં ૫૦% હિસ્સો હાંસલ કરવા પર નજર રાખી રહી છે.
મરૂતિએ ગયા નાણાકીય વર્ષમાં ૩,૩૨,૫૮૫ વાહનોની નિકાસ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, તે ૨૦%ના વધારા સાથે ૪,૦૦,૦૦૦થી વધુ વાહનોની નિકાસ કરવાની અપેક્ષા રાખે છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૫માં લગભગ ૧,૬૩,૩૮૬ વાહનોની નિકાસ કરી હતી અને હવે નિકાસમાં ૭ થી ૮%ના વધારા પર નજર રાખી રહી છે. ભારતમાંથી વાહનોની નિકાસમાં મારૂતિ અને હ્યુન્ડાઇનું પ્રભુત્વ છે. મારુતિનો કુલ બજાર હિસ્સો ૪૩% છે અને હ્યુન્ડાઇનો બજાર હિસ્સો ૨૧% છે.
નાણાકીય વર્ષ ૨૫ દરમિયાન અન્ય મુખ્ય ઓટોમેકર્સની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આનાથી સ્થાનિક બજારમાં નબળા વેચાણને મોટા પ્રમાણમાં વળતર આપવામાં મદદ મળી છે. નિસાન મોટરની નિકાસમાં ૬૬%નો જંગી વધારો નોંધાયો છે જ્યારે તેના સ્થાનિક વેચાણમાં ૮%નો ઘટાડો થયો છે. હોન્ડા કાર્સના સ્થાનિક વેચાણમાં ૨૪%નો ઘટાડો થયો છે, પરંતુ તેની નિકાસમાં ૬૦%નો અદભુત વિકાસ નોંધાયો છે. તેવી જ રીતે, ફોક્સવેગનના સ્થાનિક વેચાણમાં ૨%નો ઘટાડો થયો હોવા છતાં, નિકાસમાં ૧૨%નો વધારો થયો છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in