Dubai તા.29
ભારતીય ટીમના એશિયા કપ 2025 જીતવાની સાથે, BCCIએ ભારતીય ટીમ માટે પોતાનો ખજાનો ખોલી દીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સૂર્યા અને તેની ટીમ અને સ્ટાફ સભ્યો માટે રૂ.21 કરોડની ઇનામી રકમની જાહેરાત કરી છે.
ટીમ ઇન્ડિયાએ ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. ભારતીય ટીમે 147 રનનો લક્ષ્યાંક 2 બોલ બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો. ટીમ માટે તિલક વર્માએ 69 રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે શિવમ દુબેએ 33 રનનું યોગદાન આપ્યું.
એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે ત્રીજી જીત સાથે, ટીમ ઈન્ડિયાએ નવમી વખત ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમના મજબૂત પ્રદર્શનથી ખુશ થઈને, BCCIએ ખેલાડીઓ અને સ્ટાફ સભ્યો માટે રૂ.21 કરોડની ઈનામી રકમની જાહેરાત કરી છે.
બીસીસીઆઈએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક ટ્વીટ દ્વારા આ માહિતી શેર કરી છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું.