Rajkot,તા.07
રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમમાં 10થી12 અને 15 જાન્યુઆરીના વનડે મહિલા ક્રિકેટ મેચ રમાશે જેને અંતર્ગત ગઈકાલે આયર્લેન્ડ મહિલા ટીમ અને ભારતીય મહિલા ટીમનુ રાજકોટમાં આગમન થયુ હતુ અને બન્ને ટીમો આજે નેટ પ્રેકટીસ કરશે.
આયર્લેન્ડ ટીમ આબુધાબીથી અમદાવાદ લેન્ડ થઈ અને ત્યારબાદ બાય રોડ રાજકોટમાં આવી હતી. જયારે ભારતીય મહિલા ટીમના ખેલાડીઓ સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રીગ્સ, ઉમા ચૈત્રી, રિચા ઘોષ, તેજલ હસબનીસા, રાઘવી બિસ્ત, મિનુ મણી, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ, સાયમા ઠાકોર, સયાલી સાતધરેનુ હોટલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હાલ બન્ને ટીમ સારા ફોર્મમાં છે. આજે નેટપ્રેકટીસ કરશે