સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ભારતીય ગાડીઓની માંગ વધી રહી છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતની ઓટોમોબાઈલ એક્સપોર્ટ ગયા વર્ષની સરખામણીમાં 14% વધ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ભારતીય કંપનીઓએ વિદેશી બજારમાં 25,28,248 ગાડીઓનું વેચાણ કર્યું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 22,11,457 હતો.
મારુતિ સુઝુકી ટોપ એક્સપોર્ટર- એક્સપોર્ટ 12% વધ્યું દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે 1,47,063 ગાડીઓને એક્સપોર્ટ કરીને ટોચ પર છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો 1,31,546 હતો. વાર્ષિક ધોરણે 12 ટકાનો વધારો થયો છે.
ટુ-વ્હીલર એક્સપોર્ટ 16% વધીને 19.59 લાખ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ટુ-વ્હીલર્સ એક્સપોર્ટ વાર્ષિક ધોરણે 16% વધીને 19,59,145 થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 16,85,907 હતી. 2024ના સમગ્ર નાણાકીય વર્ષમાં ભારતીય બજારમાંથી 34.59 લાખ ટુ-વ્હીલર એક્સપોર્ટ કરવામાં આવ્યા.
કુલ પેસેન્જર ગાડીઓનું એક્સપોર્ટ 12% વધીને 3.77 લાખ નાણાકીય વર્ષ 24 ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3,36,754 ની સરખામણીએ કુલ પેસેન્જર વાહનોનું શિપમેન્ટ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં વાર્ષિક ધોરણે 12% વધીને 3,76,679 થયું છે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું કુલ એક્સપોર્ટ ગયા વર્ષની સરખામણીમાં 1% ઘટ્યું એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની કુલ નિકાસ ગયા વર્ષની સરખામણીમાં 1% ઘટીને 84,900 યુનિટ થઈ છે. એપ્રિલ-સપ્ટેમ્બર 2023માં કંપનીએ 86,105 વાહનોની નિકાસ કરી હતી.
સ્કૂટરનું એક્સપોર્ટ 19% વધીને 3,14,533 થઈ એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં સ્કૂટરની એક્સપોર્ટ 19% વધીને 3,14,533 થયું છે. જ્યારે મોટરસાઈકલનું એક્સપોર્ટ 16% વધીને 16,41,804 થઈ છે. આ સમયગાળા દરમિયાન કોમર્શિયલ ગાડીઓનું એક્સપોર્ટ પણ 35,731 રહ્યું હતું. વાર્ષિક ધોરણે પણ 12% નો વધારો થયો હતો.
નાણાકીય વર્ષ 2023-24માં કુલ એક્સપોર્ટ 5.5% ઓછું વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષ અને નાણાકીય કટોકટીને કારણે નાણાકીય વર્ષ 2023-24માં ઓટો એક્સપોર્ટ માં 5.5%નો ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન ભારતમાંથી કુલ 45,00,492 ગાડીઓ ગ્લોબલ માર્કેટમાં મોકલવામાં આવી. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં આ સંખ્યા 47,61,299 હતી.