Ahmedabad,તા.25
ગુજરાતને દેશના સ્પોર્ટસ હબ તરીકે પણ એક ઓળખ આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રયાસોના ભાગરૂપે સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવી રહ્યું છે.
તે સંદર્ભમાં 2030ની કોમનવેલ્થ ગેઈમ ભારત અને ખાસ અમદાવાદના યજમાનપદે યોજવા માટેની ફાઈનલ બીડ લંડનમાં કોમનવેલ્થ ગેઈમ મુલ્યાંકન સમીતીને ઓલીમ્પીક સંઘ ભારતના વડા પી.ટી.ઉષા- ગુજરાતના ખેલકુદ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુપ્રત કરી હતી.
જેમાં રાજયના ખેલકુદ સચીવ શ્રી અશ્વિનીકુમાર તથા અમદાવાદના મ્યુ. કમીશ્નર બંછાનીધી પાની સહિતના અધિકારીઓ જોડાયા હતા. અમદાવાદને આ ગેઈમની યજમાનગીરી મળે તેવી શ્રેષ્ઠ તક છે. આ 2030 ગેઈમ કોમનવેલ્થ સ્પોર્ટસ મુવમેન્ટનું 100મુ વર્ષ પણ બની રહેનાર છે તે સમયે મંત્રી શ્રી હર્ષ સંઘવીએ શ્રેષ્ઠ આયોજનની ખાતરી આપી હતી.